________________
પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વરી શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી. ભરપૂર કર. હે સત્યા! મારા હૃદ્યમાં આવ.
હે શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું
ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી
મારાં પાપ ધો. હે આનંદ! મને આનંદથી ભરપૂર કર. મને તારી
તરફ ખેંચ. હે દેવી મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું
હવાલ થશે? હું પાપમાં-બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતાવે છે કે આ.
Jain Education Internatiotfær Private Personal Use Onlyww.jainelibrary.org
શ્રીરાજવંદના