________________
(૬)
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભકિત અને વીતરાગ પુરષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો, એટલું માગું છું તે સફળ થાઓ ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્રાંક - ૪૧૭ વ. પૃ.- ૩૫૭
સદ્ગુરુના ઉપદેશથી સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સ્વરૂપસ્થિત ઈચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ Jain Education Internatiotrar Private G&sonal Use Onlyww.
j a zdeny