________________
શ્રા સર ઉપકાર-મોહમાં પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજ ને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડચો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સો કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મા તુજ વાણીને, આદરે સમ્યફવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ;
અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ Jain Education Internatiofædr Private & Penal Use Onlyww.jai ¥310degi