SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદનની વિધિ ગુરુમહારાજ જ્યારે બેઠા હોય, ત્યારે વંદન કરવું. વંદન કરતી વખતે સૂત્રોનો ઉચ્ચાર જોર જોરથી નહીં, પરંતુ ધીમે-મીઠા સ્વરમાં કરવો, જેથી ગુરુમહારાજના કાર્યમાં વિક્ષેપ પડે નહીં. સૌથી પહેલા ઊભા થઈ, બે હાથ જોડી મસ્તકપર અંજલી જોડી, કમરથી કંઈક ઝુકીને વિધિ સહિત બે ખમાસમણ આપવા. પછી ઊભા થઈ, હાથ જોડી કાં'ક ઝુકીને નીચેનું સૂત્ર બોલવું. ઇચ્છકાર સુતરાઈ (સુહદેવસી) સુખપ શરીર નિરાબાધ સુખ સંજમ યાત્રા નિર્વહો છોજી? સ્વામી શાતા છેજી? ભાત પાણીનો લાભ દેજો જી ! આ પછી ફરીથી ખમાસમણું આપવું. પછી ઊભા થઈ હાથ જોડી, કાંક ઝુકીને નીચેનું સૂત્ર બોલવું. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અભુઓિમિ અભિંતર દેવસિએ (રાઇએ) ખામેઉં? ઇચ્છ, ખામેમિ દેવસિએ. (રાઈએ) પછી નીચે જમીનપર બે ઘૂંટણ ટેકવી જમણા હાથનો પંજો જમીનપર ફેલાવી અને ડાબા હાથનો પંજો મોં પાસે રાખી બોલવું. જંકિંચિ અપત્તિએ, પરંપત્તિય, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ, મઝ, વિણયપરિહણ, સુહુમ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડી પછી પાછુ ખમાસમણ આપી પચ્ચખાણ લેવું હોય, તો પચ્ચખાણ આપવા વિનંતી કરવી. બધા જ ગુરુભગવંતોને પદવી અને પર્યાયના ક્રમથી વંદન કરવા. વંદન કરતી વખતે ગુરુભગવંતનો સાડા ત્રણ હાથનો અવગ્રહ રાખવો- એટલા દૂરથી કરવા. અભુઓિ ખામતી વખતે હાથ ગુરુભગવંતને અડાડવાનો નથી. પણ જમીનપર રાખવાનો છે. પછી સુખશાતા પૂછી લાભ આપવા વિનંતી કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy