SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચતા પહેલાં દેરાસરમાં દર્શન-પૂજા કરવા જતી વખતે પાંચ પ્રકારના અભિગમ (વિનય) તથા દશત્રિકનું પાલન કરવું જોઈએ. • પાંચ અભિગમ ૧. સચિત્તનો ત્યાગ ઃ દેરાસરમાં કોઈપણ પૂજામાં કામ નહીં આવનારી ખાન - પાન આદિ ચીજોનો દેરાસરની બહાર જ ત્યાગ કરવો. ૨. અચિત્તનું ગ્રહણ : પૂજા યોગ્ય સામગ્રી ગ્રહણ કરવી. અર્થાત્ તે સામગ્રી | લઈને દેરાસર જવું. પરન્તુ ખાલી હાથે જવું નહીં. ૩. ઉત્તરાસન : ખેસનું પરિધાન કરવું. ૪, અંજલિ : બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા. છે ૫. પ્રણિધાન : મન, વચન, કાયાને પ્રભુભક્તિમાં એકાગ્ર રાખવાં. • શત્રિક ૧. પ્રણામત્રિક : ૧) અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં પ્રવેશ સમય પરમાત્માના દર્શન થતાં કરવા. ૨) અર્ધાવનત પ્રણામઃ ગભારાની પાસે કરવા. (૩) પંચાંગ પ્રણિપાત પ્રણામ : ખમાસમણા આપતી વખતે કરવા. ૨. નિસીહત્રિક : ૧) પ્રથમ નિસીહી : દેરાસરમાં પ્રવેશ સમયે મુખ્યદ્વાર ઉપર બોલવી. ૨) બીજી નિસીહી : ગભારામાં પ્રવેશ કરતી વખતે બોલવી. ૩) ત્રીજી નિસીહી : ચૈત્યવંદનની પહેલાં બોલવી. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy