________________
૩૪
શ્રીવિધિસંગ્રહ
ધૂપ તૈયાર રાખવે. (૫) પૂજા ભણાવતાં પહેલાં જે જગ્યાએ સિંહાસન પધરાવવું હોય તે સ્થાન પ્રથમ દૂધ ને પાણીથી ધોવડાવી, ધૂપ કરી, સિંહાસન સ્થાપન કરવું. પ્રભુજીની પ્રતિમાને પધરાવી, પૂજા ભણાવતાં પહેલાં સ્નાત્ર ભણાવી લેવું. (૬) પૂજાના જાણકાર અનુભવી એવા બે ભાઈઓ (સ્નાત્રીયા) જોઈએ. (૭) પ્રભુ પ્રતિમા લાવતાં અને પાછાં લઈ જતાં પ્રભુની આગળ કળશ વડે દૂધની ધારા, જમણી બાજુ દીપક, ડાબી બાજુ ધૂપ અને આગળ થાળી ડેકે વગાડતાં લઈ જવા.
. (૮) પૂજા પત્યા પછી આરતી-મંગલ દી ઉતારી શાન્તિ કળશ કરી
ઈરિયાવહિયં” કરી ત્યવંદન સ્તવનને સ્તુતિ કરી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દઈ પ્રભુજીને વધાવી; ત્રણ નવકાર ગણવા. પ્રભુ પ્રતિમાજી જ્યાંથી લાવ્યા હોય ત્યાં પધરાવવા.
પૂજ ભણાવવા માટેના ઉપકરણેની યાદી
' (૧) શ્રી શક્તિનાથ ભગવાન અથવા પાર્શ્વનાથ ભગવંતની પંચતીર્થી પ્રતિમા અને સિદ્ધચક્રજીની પાટલી, (૨) પૂઠિયું-ચંદર-તેરણ, (૩) સિંહાસન અને ત્રણ બાજોઠ, (૪) ઊભી દીવી–ફાનસ સાથે (૫) ફાનસ, ધૂપ-ધાણું ચામર, દર્પણ, પંખે, (૬) કાંસાની થાળી, ડેકે. (૭) કળશ નંગ ૪, (૮) નાની થાળી જરમનની નંગ ૭, (૯) મેટી થાળી જરમનની નંગ ૭, (૧૦) કેશર-બરાસ માટે વાટકી નંગ ૮, (૧૧) મેટે જરમનને થાળે નં. ૧, (૧૨) કુંડી નંગ ૨, દેગડે એક. (૧૩) આરતીમંગલ દીવે, (૧૪) ડેલ પિત્તલની, વાળાકુચી, ત્રણ અંગલૂછયું, સ્નાત્ર પૂજાની પડીએ, અને સાપડ. રૂ તથા દીવાસળીની પેટી.
પ્રભુને સ્થાપન કરતાં સિંહાસનમાં પ્રભુની ગાદી નીચે મૂકવા માટે રૂપાનાણું, સવા રૂપિયે, પાન પર મૂકવા છૂટા પૈસા, બત્રીસ કેડી દાન વગેરે માટે પૈસા રાખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org