________________
શ્રીવિધિસંગ્રહ ટોટક-છંદ વધાવી બેસે છે રત્નકુક્ષિ,ધારિણિ ! તુજ સુતતણે, હું શક સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિઘણે; એમ કહી જિન-પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ-દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪
ઢાળ-પૂર્વલી મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશે, શિલા ઉપરજી,
સિંહાસન મન ઉદ્યસે; તિહાં બેસીજી, શક જિન એળે ધર્યા,
હરિ ત્રેસઠછ બીજા તિહાં આવી મળ્યા. ૫.
ત્રાટક-છંદ મળ્યા ચેસઠ સુરપતિ તિડાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અચુતપતિએ હુકમ કને, સાંભળે દેવા સવે, ક્ષીરજળધિ ગંગા–નીર લાવે, ઝટિતિ જિન મહત્સવે. ૬.
ઢાળ ( વિવાહલાની દેશી ) સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળ કળશા બહુલ ભરો, ફૂલ અંગેરી થાળ લાવે. ૨. સિંહાસન ચામર ધારી, ધૂપધાણા કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તે. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિડાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪
(ઢાળ રાગ-ધનાશ્રી) આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ નારી પ્રેર્યા વળી નિજ કુળવટ, ધમ ધર્મ સખાઈ
ઈસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે; અમ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. આ૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org