________________
શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ ખમાસમણ
પછી બે હાથ જોડી જવીયરાય સંપૂર્ણ કહી અરિહંત ચેઈ આણું ને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી નમેડહંતુ કહી નીચેની થાય કહેવી.
શ્રી શત્રુંજય મંડણ, રાષભ જિર્ણોદ દયાલ, મરુદેવા નંદન, વંદન કરું ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણુ વાર,
આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ત્યાર બાદ નીચે આપેલા છે તે ૨૧ ખમાસમણ દેવાં. શ્રી શત્રુંજય તીર્થ સંબંધી એકવીશ નામ–
ગુણગર્ભિત એવીશ ખમાસમણુ સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર દ્રાવિડ ને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર, તિણે કારણ કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર, આદિ જિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીશ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન;
શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુ માન. અહીંયા “સિદ્ધાચળ સમરૂં સદા” એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહે.
સમેસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર. ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. તીશે કારણ પુંડરીકગિરી, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. સિ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org