________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૪૩૫
મૃષાવાદ હિંસા ચેરી, સાવ ધનમૂચ્છ મૈથુન તે; ક્રોધ માન માયા તૃણું, સારા પ્રેમ ઠેષ શૂન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે, સા. માયા મેહ જંજાળ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, સાપાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણે, સા. એ ચોથે અધિકાર છે. ૯.
ઢાળ પાંચમી. (હવે નિસુણો ઈહાં આવીયા–એ દેશી) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે શિવગતિ આરાધન તણે એ, પાંચમે અધિકાર છે, આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કેઈ લાખ તે, આત્મ સાખે તે નિંદીએ એ પડિક્કમીએ ગુરૂ સાખ તે. મિથ્થામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ઘડ્યા ઘડાવ્યાં જે ઘણું એ, ઘરંટી હળ હથીયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પોહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધે ત્રિવિધે સરાવીએ, આણી હૃદય વિવેક તે. દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરે પરિડાર તે શિવગતિ આરાધન તણે એ, એ છો અધિકાર છે.
ઢાળ ૬ ઠ્ઠી. (આદિ તું જોઈને આપણી–એ દેશી) ધન ધન તે દિન માહરે, જીહાં કી ધર્મ દાન શિયળ તપ ભાવના આદરી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org