________________
૩૮૨
શ્રી વિધિ સંગ્રડા રહે. તેમ જમીન પર સ્થાપે પછી મુહપત્તિથી કમ્મર પુંજી મુહપત્તિ કમ્મરે બેસે, પછી એઘાથી સાથળ ને પેઢુ વચ્ચેને ભાગ પુંજી પછી ત્યાં આઘે મુકે, પછી એઘા ઉપર અવળા ને સવળા ત્રણ ત્રણ વખત એટલે બંને થઈને છ વખત હાથ પુંજીને ડાબા હાથની જોડે ગોઠવી કાલમાંડલાં કરે, કાલમાંડલામાં (પહેલાં નાક પછી જમણો કાન પછી ડાબે કાન એમ ત્રણ વખત હાથના બે અંગુઠા અડકાડે તેનું નામ કાલમાંડલુ કહેવાય ને એવા ત્રણ વખત કરે ત્યારે નવ થાય.) પછી. જમીન પર જે હાથ ઉભે છે તે જમીન પર અટકે તેવી રીતે એક વખત ને બીજી વખત હાથ જોડે હાથ, એમ હાથ ત્રણ વખત કરે એટલે છ વખત થાય, પણ તેમાં હાથ જમીનથી ઉપડવો જોઈએ નહિ, તે કર્યા પછી જમણે હાથ ઉપાડી પૂર્વે બતાવ્યા પ્રમાણે ઘા પર છે વખત પુંજી પાછા થાપે એમ પૂર્વે બતાવ્યા પ્રમાણે ત્રણ વખત કરે એટલે છેવટે ત્રીજી વખતના જમીન પરના છ વખત થાય પછી જમણા હાથે એ લઈ ડાબે હાથ જે સ્થાપન કરેલ છે તેની બાજુમાં ડાબા પગનું ઢીંચણ થાપે ને ડાબો હાથ ઉપાડે પછી પાટલી ઘાથી પુંજી પાટલી પરની દાંડી ડાબા હાથથી લઈ દશ બોલથી પડિલેહી કેડ પંછ દાંડી કેડે બેસે, પછી મુહપત્તિ વાળી કેડા ને મુહપત્તિ પુંજી મુહપતિ કેડેથી કાઢીને ૫૦ બોલથી પડિલેહી જમીન પુંજી ડાબો હાથ પુંજી ડાબો હાથ થાપે પછી કમ્મર પુંજી મુડપત્તિ કમ્મરે ખેસે પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંલું કરે પછી પગ ને હાથ વચ્ચેની જગ્યા પુંજી હાબા પગને ઢીંચણ સ્થાપે પછી દાંડી ને કેડ પંજી દાંડી કાઢે ને તેન: દશ બોલથી પડિલેહણ કરી કેડ પુંજી દાંડી ઘાલે, (કેડે ખસે) પછી તેવી રીતે મુહપત્તિ કાઢે ને તે પચાસ બલથી પડિલેડી જગ્યા પુંજી ડાબો હાથ ઉભે થાપે પછી કેડ પુંજીને મુહપત્તિ કેડે ખોસે પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંડલા કરે પછી કાલમાંડલા થઈ ગયા પછી પગ ને હાથ વચ્ચેની જગ્યા પુંજી ડાબો ઢીંચણ ગોઠવી (આવી રીતે જ્યારે ઉપર કહ્યા પ્રમાણે ત્રણ વખત મુહપત્તિનું પડિલેહણ થઈ ગયું હોય ને બે વખત પગ થાપ્યા પછી) એવાથી બંને કેડ પુંજી ને દાંડી તથા મુહપત્તિ બંને એકી સાથે કાઢવા (જે બેમાંથી એક નીકળે ને એક રહી જાય અથવા આગળ પાછળ નીકળે તો પાટલી જાય) પછી દાંડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org