________________
૧૪
શ્રીવિધિસ ગ્રહ
પવિત્ર ભાવપૂર્વકની જલપૂજા આત્માને શુદ્ધ કરે છે. તે ભાવ કેળવવા શુદ્ધ આત્મસ્વરૂપને વરેલા અરિહંતદેવોની દ્રવ્યથી જલ પૂજા છે.
ચંદનપૂજા-કષાયાની ગરમીથી આત્મા સતત ગરમ પાણીની જેમ ઊકળી રહ્યો છે. એને ઠારવા સમભાવ–શીતલભાવની છે. એના બાહ્ય પ્રતીક તરીકે ચંદનપૂજા કરવાની છે.
આવશ્યકતા
પુષ્પપૂજા—આત્મા જ્ઞાનની સુવાસને સ્વામી છે. અગર સમ્યગ્ત્વની સુવાસના સ્વામી છે પણ ક`મળથી અગર મિથ્યાત્વથી દુર્ગંધિ અન્યા છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વની ફુગંધિ ટાળવાના શુભભાવસમ્યગ્દન ભાવની સુગ ંધીના પ્રતીક તરીકે પુષ્પપૂજા છે.
દીપકપૂજા-અન તજ્ઞાનના સ્વામી આત્મા અત્યારે અજ્ઞાનના અંધકાર નીચે આવી પડયા છે. એ જ્ઞાનભાવને પ્રાપ્ત કરવાના ભાવાના બાહ્ય પ્રતીક તરીકે દીપક પૂજા છે.
પપૂજા–આત્મા સમ્ય
અને શીલની સૌરભ ખોઈ બેઠો છે. અને એના કારણે અંતરનુ વાતાવરણ દૂષિત બન્યું છે. એ દૂષિત વાતાવરણને શુદ્ધ કરવાની શુભ ભાવનાના પ્રતીક તરીકે ધૂપપૂજા છે.
અક્ષતપૂજા—આત્મા અક્ષત સ્વરૂપે છે. પણ કના પ્રતાપે ક્ષતવિક્ષત-અની ખત્તા ખાતા આવ્યા છે. એ પોતાના અક્ષત-અખંડઉજજવલ સ્વરૂપને પામવાની ભાવનાના પ્રતીક તરીકે અક્ષતપૂજા છે.
શૈવદ્યપૂજા-ખાવું પીવુ એ મારો સ્વભાવ નથી, પુદ્ગલ સ્વભાવ છે. એ વિભાવદશાને ટાળવા સ્વભાવ ભાવનાના પ્રતીક તરીકે—અણાહારી પદ પામવાની ભાવનાના પ્રતીક તરીકે નૈવદ્યપૂજા છે.
ફલપૂજા-મુક્તદશાએ વીતરાગની પૂજાના પરમોત્કૃષ્ટ ભાવનું ફૂલ છે. તે શુદ્ધ આત્મદશાના ફળની ભાવનાના પ્રતીક તરીકે ફળપૂજા છે.
બાહ્ય પૂજા——દ્રવ્યપૂજા-આઠ પ્રકારી–સત્તર પ્રકારી–એકવીશ પ્રકારી અગર એથીએ વધુ પ્રકારની હોઈ શકે. પણુ દરેક પ્રકારની પૂજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org