________________
૨૯૪
શ્રી વિધિ સંગ્રહ શ્રી વીશાસ્થાનકની સઝાય. અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણું, ત્રીજે પ્રવચન આચાર્ય એથે પાંચમે પદ થેરાણું રે ૧. ભવ વીશ સ્થાનક તપ કીજે, એની વીશ કરી જે રે, ભ૦ ગણણું એ ગણીએ રે, ભ૦ જિમ જિનપદ પામીજે રે, ભo નરભવ લાહે લીજે રે, એ આંકણ. ઉપાધ્યાય છઠે સવ સાહૂણં, સાતમે આઠમે નાણ, નવમે દર્શન દશમે વિણયસ, ચારિત્ર અગ્યારમે જાણજે, ભ ૨. બારમે બ્રહ્મવત ધારીણું તેરમે કરિયાણું, ચૌદમે તપ પંદરમે ગોયમ, સોળમે નમે જિણાણું રે, ભ૦ ૩. ચારિત્તસ્ત સત્તરમે જપીએ, અદ્રારસમે નાણસ્સ, ઓગણીશમે નમે સુયસ સંભારો, વીશમે નમે તિર્થસ્સ રે. ભ૦ ૪. એકાસણુદિ તપ દેવવંદન, ગુણણું દેય. હજાર, સત્યવિજય બુશિષ્ય સુદર્શન, જપે એહ વિચાર રે. ભ૦ પ.
- શ્રી જ્ઞાનવિમળસૂરિ કૃત શ્રી વીશસ્થાનકની સજઝાય
(સારદ બુધદાઈ એ દેશી) અરિહંત પ્રથમ પદે, લેગસ વીશ બાર, બીજે પદ સિદ્ધા, અડવન પનર વિચાર, પવયણપદે નવ સાગ, સૂરિ પદ છત્તીશ, થિવિરે દશ વાચકે, દ્વાદશ વળી પણવીશ. ૧. ગુટક–તિમ ઈગવીશ અને સગવીશ, સાધુપદ આરાધે, નાણ પદે પણ દંસણે સતસઢિ, વિનયપદે દશ સાધે. ચારિત પદે ષટ સત્તર કહીએ, બંભપદે નવ જાણે કિરિયા તેર અને પણવીસા, બારસ તપ મનિ આણે. ૨. ગેય પદે ઈગદશ, લેગસ દશ જિન નામ, ચારિત પદે સગદસ નાણે પણ અભિરામ, ઈમ વળી પણ લેગસ્ટ, શ્રુતપદે કાઉસગ કીજે, પણ લેગસ વીશ,તીર્થપદે પ્રણમીજે. ૩ ત્રુટક-તિમ કીજે દેય સહસ ગુણનશ્ય, સ્થાનક આરાધીજે, વીશવાર ઈમ વિધિ કરતાં, તીર્થંકર પદ લીજે, નામ ફેર દીસે બહુ ગ્રંથ, પણ પરમારથ એક, ઉભય ટંક આવશ્યક જયણ કીજે અસ્થિ વિવેક. ૪ કાઉસગને વિધિજે દાખે, તપ આરાધન હેતે, શાસ્ત્રમાંહી તે નવિ દિસે, તેહી પરંપરા વિગતે, એથે અથવા છઠે સ્થાનક, કરતાં લહીએ પાર, ધીરવિમળ કવિ સેવક નય કહે, તપ શિવસુખ દાતાર. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org