________________
૨૮૮
શ્રી વિધિ સંગ્રહ પૂઠીયા ભગવંતની અને ગુરુ મહારાજની શોભા અને ભકિત માટે બાંધવાના હોય છે. તેમાં વર્તમાન સમયમાં પૂજ્ય પુરુષોના અને તીર્થના દ ભરાવવામાં આવે છે. આગમ પુરુષ, નવકારના દશ્ય વિગેરે પણ પૂજ્ય ગણાય. આવા દયે ભરાવવા તે આશાતના છે. પ્રાચિન સમયમાં ચંદરવા–પૂઠીયામાં ઈન્દ્ર-ઈન્દ્રાણુ, સૂર્ય-ચન્દ્ર, કુલવેલ-પ્રાતિહાર્ય, સ્વસ્તિક વિગેરે ભરાવવામાં આવતા. વર્તમાનમાં એ વિવેક છેવાઈ ગયે હોય તેવું જણાય છે. જે મહાત્માઓની નિશ્રામાં ઉઘાપને થાય છે, તેઓ આ વિવેક રાખવા જણવે તે ભદ્રિક શ્રાવકે જરૂર દેશના ભાગી બનતાં અટકે.
વીશસ્થાનક, નવપદ કે વષીતપ આ તપ કર્યો એટલે એને જ ચંદર ભરાવો જોઈએ તેવું કાંઈ વિધાન નથી.
કેટલાક ભાવિકે ઉજમણું કર્યા પછી ચંદરવા–પુંઠીયા પિતાના ઘરે પિતાની માલીકીમાં રાખે છે. આ વાત પણ ગ્ય નથી. ઉજમણું કરનારે ઉજમણુને બધે ય સામાન જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં આપી દેવા જોઈએ, આપવામાં પણ જરા લાંબી નજરે જોવું જોઈયે. કારણ કે ગામડામાં ઓછી વસ્તીવાલા સ્થાનમાં ઉજમણું કરનાર અને આપનાર ઓછા નીકળશે. શહેરમાં કરનાર અને દેનાર ઘણું હોય તે તે તે તપની સંખ્યા પ્રમાણે વસ્તુ મૂકવી જોઈએ. પછી તે ભાવના ને શકિત પ્રમાણે પણ કરી શકાય છે.
શ્રી વીશસ્થાનક તપ સંબંધી ઉજમણુની વિગત શકિત હોય તે ૨૦ નવા દેરાસર બંધાવવા | શકિતવાને નીચે શકિત હોય તે ૨૦ જીર્ણોદ્ધાર કરાવવા જણાવેલી દરેક
વસ્તુ ૨૦–૨૦ મૂકવી. આ સિવાય જે જે તપનું ઉજમણું કરતાં હોઈએ તે તે તે તપની સંખ્યા પ્રમાણે શકિત હોય તે તેટલી વસ્તુઓ મૂકવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org