________________
૨૪૬
શ્રી વિધિ સંગ્રહ, દિવસ માટે ધારેલા ચૌદ નિયમોમાંથી રાત્રી માટે યથાશક્તિ તે નિયમને સંક્ષેપ કર. આ દરરોજ ધારવાના ચૌદ નિયમ દિવસ માટે તથા રાત્રિ માટે ધારવામાં વધઘટ કરવાની છૂટ હોય છે.
શ્રી ઉપધાન તપ વિધિ
ઉપધાન એટલે શું? મુનિમહારાજાઓને સૂત્ર સિદ્ધાંતેના અભ્યાસની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જેમ ગદ્વહન કરવાનું પરમાત્માએ સિદ્ધાંતે દ્વારા ફરમાવ્યું છે અને તે આજ્ઞાનું આરાધન કરવાના અભિલાષી મુનિઓ ગોદ્વહન કરે છે, તે પ્રમાણે શ્રાવકોને માટે દેવવંદન પ્રતિક્રમણમાં આવતાં સૂત્રોને અંગે ઉપધાન વહન કરવાનું શાસ્ત્રકારે ફરમાવેલું છે. પ્રથમ અક્ષરરૂપે તે તે સૂત્રો કઠે કર્યા હોય અથવા અર્થ સહિત તેનું પરિજ્ઞાન મેળવ્યું હોય, પરંતુ જેમ અનેક પ્રકારના મંત્રો સિદ્ધ કરવાને માટે તેના ક૫ મુજબ અમુક તપસ્યા કરવી પડે છે. અમુક સ્થિતિમાં, અમુક સ્થળે, અમુક આસને બેસવું પડે છે, અમુક સંખ્યામાં તે તે મંત્રને એકાગ્ર ચિત્ત જાપ કરો. પડે છે, અને તે પ્રસંગે પ્રાપ્ત થતાં ઉપદ્ર-ઉપસર્ગો સહન કરવા પડે. છે, ત્યારે તે મંત્રો સિદ્ધ થાય છે અને પછી તેને યથાયેગ્ય ઉપયોગ. કરી શકાય છે, તેમ નમસ્કારાદિ સૂત્રોને યથાયોગ્ય રીતે પ્રાપ્ત કરવા માટે અમુક તપસ્યા કરવી, અમુક સ્થિતિમાં (પોસહમાં રહેવું, અમુક સંખ્યામાં તેને નિરંતર જાપ કર અને ઉપધાન વહન કરાવવાની યેગ્યતા ધરાવનારા મુનિરાજ પાસે તે તે સૂત્રોની વિધિપૂર્વક વાચના લેવી, ઈત્યાદિ ક્રિયા કરવામાં આવે છે તેને ઉપધાન કહેવામાં આવે છે. ઉપધાન શબ્દને અર્થ–એટલે સમીપે-ગુરુ સમીપે-ધન એટલે ધારણ કરવું. “નવકારાદિ સૂત્રોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુ મહારાજને મુખેથી ગ્રહણ કરવા તે થાય છે. આ શબ્દને બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. તે બીજા ગ્રંથેથી જાણી લેવું.
શ્રી ઉપધાન તપમાં પુરુષોએ રાખવાના ઉપકરણે ”
(૧) કટાસણ નંગ બે (૨) ઉત્તરાસન (એસ) બે, (૩) ઉત્તરપટ (ચાદર) એક (૪) પવાલું લુંછવા કટકે (૫) ચવલે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org