________________
૨૪૪
શ્રી વિધિ સંગ્રહ, વાહનના ત્રણ પ્રકાર છે –
૧ ફરતા–મેટર, રીક્ષા આગગાડી, એરોપ્લેન, ગાડી, ગાડા, વહેલા
વગેરે. ૨ ચરતા–ઘોડા, ઊંટ, બળદ, હાથી, ખચ્ચર, વગેરે જેના ઉપર
સ્વારી કરાય તે. ૩ તરતા-વહાણ, આગબેટ, હેડી, એરોપ્લેન.
આ વાહનોની સંખ્યા નકકી કરવી. ૯ શયન-સુવા માટે પાથરવાની ચીજો તેમાં બેસવાની ચીજોને
પણ સમાવેશ થાય છે. એટલે ગાદલાં, ગોદડા, ખાટલા, પલંગ, પાટ, પાટલા, ખુરશી, ગાદી, ચાકળા, શેત્રજી, સાદડી, રજાઈ,
એસીકા, ઓછાડ વગેરેની સંખ્યાનું પ્રમાણ કરવું. ૧૦ વિલેપન-શરીરે ચોપડવાના પદાર્થો જેવા કે સુગંધી તેલ,
અત્તર, સુખડ, સેન્ટ તેમજ મીઠું, હળદર, વગેરેને લેપ, આ
વસ્તુઓ વજનથી રાખવી. ૧૧ બ્રહ્મચર્યા–મૈથુન સેવનને ત્યાગ કર. યથાશકિત નિયમ ધારે.
કાયાથી પાળવું. પરસ્ત્રીને ત્યાગ, મન વચનથી તથા સ્વપ્નથી જયણા. દિશા-ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે એમ છે દિશાઓ તથા ઈશાન વગેરે ચાર વિદિશાઓ મળી ૧૦ દિશાઓ છે. તેમાં દિશાઓમાં તથા ઉપર નીચે અમુક ગાઉ જવાની મર્યાદા
કરવી. ધર્મ કાર્યને માટે જ્યણ. ૧૩ સ્નાન-સ્નાનની ગણત્રી કરવી. દિવસમાં એક, બે વાર ન્હાવાની
સંખ્યા કરવી. ધર્માથે જયણા. ૧૪ ભક્તપાન-આમાં ખેરાક કેટલે વાપરે તેનું વજન તથા
પાણી કેટલું વાપરવું તેના વજનને સમાવેશ થાય છે. એટલે આખા દિવસમાં અમુક શેર ખેરાક તથા અમુક શેર પાણી વાપરવાનું ધારવું.
આ ચૌદ નિયમ ઉપરાંત છે કાયના નિયમ પણ ધરાય છે તે આ પ્રમાણે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org