________________
૧૭૦
શ્રી વિધિ સંગ્રહ રે. સમેત ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ જિર્ણદરે, ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત. ૩ છ હજાર મુનિરાજ શું, વિમલ જિનેશ્વર સિદ્ધારે, સાત સહસ શું ચૌદમા, નિજાર્ય વર કીધાં . સમેત ૪ એકસો આઠમું ધર્મજી, નવશે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસ શું, સાચે શિવપુર સાથ રે. સમેત. ૫ મલ્લિનાથ શત પાંચશું, મુનિ નમિ એક હજાર રે, તેત્રીસ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે, સમેત, ૬ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપરે ઓગણપચાસ રે, જિનપરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે સમેત. છ એ વિશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લઈ રે, પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ શામળનું ચેઈ રે સમેત. ૮
શ્રી જ્ઞાનવિમલસૂરિજી વિરચીત
* દિવાળી દેવવંદન ક સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી. અન્નત્થ કહીને એક લેગસ્સને કાઉસ્સગ્ન કરે. અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય વંદન કરું ? ઈચ્છે કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
પ્રથમ ચૈત્યવંદન વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભાએ, કાર્તિક અમાવાસ્યા ચણિયે, મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિ, સેલ પહોર દેઈ દેશના, પહત્યા મુક્તિ મઝાર, નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર. ૧
પછી અંકિંચિત્ર નમુત્થણું કહી જય વીયરાય સેવણઆભવમખંડ” સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રમૈત્યવંદન કરું ? કહી બીજું ચૈત્યવંદન કહેવું.
દ્વિતીય સૈત્યવંદન દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે ગ્રહી, દ્રવ્ય તેજ ઉદ્યોત કીધે, ભાવ ઉદ્યોત જિનેંદ્રને, ઠામ ઠામ એહ ઓચ્છવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org