________________
માસી દેવવંદન
૧૬૧ જ્ઞાનાદિક ગુણ, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિ કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય. ૩
થય–કુંથુજિતનાથ, જે કરે છે સનાથ; તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહને તજે સાથ, બાવલ દીયે બાથ; તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ. ૧
શ્રી અરનાથ જિન ચૈત્યવંદન નાગપુરે અર જિનવરુ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમીયે ભવિ જન સુખકંદ. ૧ લંછન નંદાવર્તાનું, કાયા ધનુષહ ત્રીશ સહસ ચિરાશી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરુજ અજર અજ જિનવરુ, એ પાયે ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણુ. ૩
થય–અર જિનવર રાયા, જેહની દેવી માયા સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયસમવસરણ વિરચાયા, ઈદ્ર ઈદ્રાણી ગાયા. ૧
શ્રી મલિનાથ જિન ચૈત્યવંદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટલે કર્મ વયરો. ૧ તાત શ્રીકુંભનરેસરુ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકરુ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેડને, નમતાં શિવસુખ થાય. ૩
થય–મલિ જિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઈંદ્રિય ગણ દમિયે, આણ જિનની ન કમી, ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે; જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧
શ્રી મુનિસુવ્રત જિન ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીરકર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીશ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩ વિ. સં ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org