________________
૧૪ પરિણામ સદાકાળ હોય છે. અને અભવ્ય તથા દૂર્ભવ્ય ( ઘણાં ભવે મોક્ષ પામનારને) વિધિ માર્ગ ત્યાગ અને અવિધિ માર્ગ સેવન ઘણું જ પ્રિય હોય છે.
कृषि-वाणिज्य-सेवाद्यपि भोजन शयन आसन गमन वचनाद्यपि च । द्रव्य क्षेत्र कालादि विधिना पूण फलत्यन्यथा त्वल्पमेव वा ॥
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભજન, શયન, આસન, જવું-આવવું વચન બોલવું વગેરે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમુખથી વિચારીને વિધિ પૂર્વક (રીત મુજબ) સેવન કરે તે સંપૂર્ણ ફલદાયક બને છે અને વિધિ વિના કરવામાં આવે તે અલ્પફલ દેનાર બને છે.
આપણે ત્યાં જિન શાસનમાં નાના-મોટા દરેક ક્રિયા કે અનુષ્ઠાનો જેવા કે સામાયિક, દેવવંદન, પ્રતિકમણ કે પષધ, અઢાર અભિષેક શાન્તિ સ્નાત્ર કે પ્રતિષ્ઠા, અંજનશલાકા આ બધાય કાર્યોમાં તેને છેડે ખમાસમણ દઈ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં ” કહેવાય છે. આનું રહસ્ય એ જ છે કે આપણે ત્યાં દરેક ક્રિયા કે અનુષ્ઠાનો વિધિ પૂર્વક જ કરવાનાં હેય છે છતાંય કેઈપણ રીતે અવિધિથી આશાતના થઈ હોય તેનું મિથ્યાદુકૃત ( માફી ) દેવાનું છે. માટે દરેક કાર્યોમાં વિધિની આવશ્યકતા રહેલી છે.
જગતનું કેઈપણ નાનું કે મોટું કામ રીત ( વિધિ) વગરનું નહિ જ મળે જીવનના પ્રત્યેક અંગમાં દરેક કાર્યોમાં કાર્યો કરવાની રીત હશે જ પણ કેટલીકવાર આપણે અમુક કાર્યો કરવાની રીત જાણતા નથી હોતા, એટલે આપણે તે કાર્ય તેની રીત વગર કરવું પડે છે અથવા તે તે કાર્યમાં બીજાની મદદ કે સલાહ લેવી પડે છે. તેને વ્યવહારીક દાખલ વિચારીયે. આપણા દૈનીક વ્યવડારમાં આપણે ઘેર કેઈ મહેમાન આવી જાય તે તેના માટે જમણમાં શિરે બનાવી દઈએ છીયે પણ જે કોઈ બહેનને શિરે બનાવતા ન આવડતે હેય ને ચુલા પર વાસણમાં ઘી, ગેળ લેટ અને પાણી ભેગા કરી મૂકી દે તે શું શિરે બને ખરો ? ન જ બને કારણ કે તે શીરે બનાવવાની રીત નથી અને તે રીતે ન આવડવાના કારણે શારે ન બનતાં રગડે તૈયાર થાય. એટલે તે ન ખવાય કે ન નાંખી દેવાય.
આપણે ધાર્મિક દ્રષ્ટિએ “વિધિ” ની આવશ્યકતા જોઈએ. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org