________________
૧૩૩
પફિખ (માસી-સાંવત્સરિક) અતિચાર
અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્રિખ (માસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિતું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૧
બારમે અતિથિસંવિભાગ વ્રતે પાંચ અતિચાર, સચ્ચિત્તે નિખિવણે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું, વહોરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા, મત્સર ધરી દાન દીધું, ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી; છતી શક્તિએ સાહસ્મિવચ્છલ્લ ન કીધું, અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં, દીન–ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું.
બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પફિખ (માસી સંવચ્છરી) દિવસમાંહિ સૂકમ–બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં. ૧૨
સંલેખણાતણ પાંચ અતિચાર, ઈહલોએ પરલોએ, ઈહલેગાસંસપગે, પરલેગાસંસપગે, જીવિઆસંસમ્પગે, મરણસંસ૫ગે કામગાસંસ૫ગે, ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યાં, પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવે છવિતવ્ય વાંચ્યું, દુખ આવે મરણ વાંછ્યું, કામગતણી વાંછા કીધી.
સંલેખણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પખિ (ચોમાસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
તપાચારના બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણો અરિયાઅણસણભણ ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઉણાદરી વ્રત તે કેળીયા પાંચ-સાત ઉણ રહ્યા નહિં, વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધે નહીં, રસત્યાગ તે વિગયત્યાગ ન કીધા. કાયફલેશ–લે ચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા–અંગેપાંગ સંકેચી રાખ્યાં નહીં, પચ્ચક્ખાણ ભાંગ્યાં, પાટલો ડગમગતે ફેડે નહીં, ગંઠસી, પેરિસી, સાઢપેરિસી, પરિમ, એકાસણું, બેસણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org