________________
४२
પ્રસ્તાવના
શબ્દનો પ્રયોગ જોવા મળે છે, તેમ ગલ્લા વિષે (સૂઃ ૪૧૬) નામેળ (સૂ) ૬૩૭) ઇત્યાદિ
અતિદેશ શબ્દો પણ જોવા મળે છે. અતિદેશસત્રોમાં કયાં જોઈ લેવું તે સ્પષ્ટતા ટિપ્પણોમાં અમે કરી છે. છતાં રાવ શબ્દથી ક્યાં ક્યો પાઠ લેવો તે સ્પષ્ટતા કરવા અને બીજા પરિશિષ્ટનું આયોજન કરેલું છે. એ પરિશિષ્ટની સહાયથી ક્યાં ક્યો પાઠ લેવો તેની સ્પષ્ટતા અ૫ શ્રમે પણ થઈ જશે.
તેરાપંથી આચાર્ય તુલસીના પ્રમુખ પણ નીચે એક એવી નવી વાચના તૈયાર થઈ છે–થઈ રહી છે કે જેમાં નાવ શબ્દને કાઢી નાખીને “જાવ' શબ્દથી ગ્રાહ્ય બધા જ પાઠ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને અતિદેશપાઠો કાઢી નાખીને નવાં નવાં અનેક અનેક સૂત્રોનું આયોજન કરીને મૂળ વાચનામાં ઉમેરી દેવામાં આવ્યાં છે.
સરળતા માટે તેમણે આ માર્ગ અપનાવ્યો હોય તો પણ અમને લાગે છે કે આ માર્ગ પસંદ કરવા જેવો નથી અને ઘણું જોખમી છે.
હજારો વર્ષોથી કંઠસ્થ કરવામાં જે પ્રથા ચાલી આવે છે અને સેંકડો વર્ષોથી લખવામાં પણ જેનો પ્રચાર છે તે પ્રથા જ ચાલુ રાખવી હિતાવહ છે. નાવ આદિ શબ્દથી ક્યો પાઠ લેવો અને અતિદેશોથી ક્યો પાઠ લેવો તે વિષે થોડી સ્પષ્ટતા કરવાથી પણ પઠન-પાઠનમાં સરળતા થઈ જાય છે.
કેટલીક વાર રાવ આદિ શબ્દથી ક્યો પાઠ લેવો તે શંકિત હોય ત્યાં એકને બદલે બીજે જ ખોટો પાઠ પણ આ નવા પ્રકારની વાચનામાં આવી જવાનું જોખમ છે. નાર શબ્દથી જેટલો જરૂરી પાઠ હોય તેટલો જ લેવાનો હોય છે, દરેક વખતે સંપૂર્ણ પાઠ લેવાનો હોતો નથી. આવી સ્પષ્ટતા ટીકામાં પણ કોઈક વાર મળે છે, જે આંખો મીંચીને બધો જ પાઠ લેવાની પ્રથા શરૂ થઈ જાય તો ખોટા સૂત્રપાઠોનું સર્જન પણ આ નવી વાચનામાં આવી જવાનો ભય છે. જ્યાં વ્યંજનમાં પણ પરિવર્તન આશાતના રૂપ મનાતું હોય ત્યાં આવા સૂત્રપાઠોનું સર્જન દોષરૂપ બને જ એ સ્વાભાવિક છે. ઉદાહરણ તરીકે સૂત્ર ૪૧૨માં મૂળ પદ્ધતિ પ્રમાણે નાવ શબ્દનો પ્રયોગ તો છે જ, પણ ના શબ્દથી કેટલાં પદો લેવાં અને કેટલાં ન લેવાં એ પ્રશ્ન છે. તેરાપંથી મુનિ નથમલજીએ તેમની પદ્ધતિ પ્રમાણે માયા તદ માચાર ઝૂમાં બધાં પદો ઉમેરી તો દીધાં છે, છતાં તેમના મનમાં શંકા તો છે જ. તેથી જ હિંયા વા મળી વા આ પાઠો શંકાસ્પદ લાગવાથી તેમણે ( ) આવા કૌંસમાં મૂક્યા છે અને બીજી આવૃત્તિ સમયે અંકુરાશિના પ્રથમ ભાગમાં એ પદો તેમણે કાઢી જ નાખ્યાં છે. પરંતુ ચૂર્ણિ વાંચવાથી સમજાય છે કે આમાં બધાં પદો ના શબ્દથી લેવાનાં નથી. એટલે તેમણે મૂળ સૂત્રમાં કરેલો બધો ઉમેરો અર્થ વિનાનો અને અસ્થાને બની જાય છે. પૃ ૧૪૬ ટિ ૯ વાંચવાથી આ વાત સ્પષ્ટ સમજાશે.
જ્યાં મૂળ પાઠો પણ ચૂર્ણિ આદિ સાથે સરખાવતાં અસ્પષ્ટ અને અપૂર્ણ લાગતા હોય ત્યાં મૂળમાં જ આખા ઉદ્દેશકનું કે અધ્યયનનું નવું સર્જન કરી દેવું એ ખરેખર અતિસાહસ લાગે છે. મૂળ ગ્રંથ જેવો છે તેવો કાયમ રાખીને ટિપ્પણમાં જે કંઈ સ્પષ્ટીકરણ કરવું હોય તે કરવાથી
૧. બે પદા વચ્ચેનો કોઈક પાઠ સંક્ષેપમાં સૂચવવા માટે જ સામાન્ય રીતે ગાવ શબ્દનો પ્રયોગ
કરવામાં આવે છે. પરંતુ કોઈ પાઠ સૂચવવાનો ન હોય તો પણ કોઈક વાર લેખકના પ્રમાદથી ના શબ્દ પ્રવાહથી આવી ગયો હોય, અથવા કોઈ પાઠ સૂચવતાં પહેલાં નાવ શબ્દ મૂળમાં હોય અને પાછળથી કોઈ લેખકે એ બધો પાઠ ઉમેરી દીધો હોય છતાં ગાવ શબ્દ રહી ગયો હોય આવા કારણે ગાઢ શબ્દ કોઈક સ્થળે વધારે લાગે છે જુઓ પૃ૦ ૧૦૭ ૫૦ ૧૨ તથા તે ઉપર પાંચમું પરિશિષ્ટ). છતાં પ્રતિમાં જેવો પાઠ મળે છે તેવો પાઠ અમે ત્યાં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org