________________
३२
પ્રસ્તાવના
૧ જીવસંયમ = જીવોનું અસ્તિત્વ અને જીવોની હિંસાદિનો ત્યાગ, ૨ શું કરવાથી જીવ કમથી બંધાય છે અને શું કરવાથી કર્મથી મુક્ત થાય છે, ૩ સંયમી સાધુએ અનુકૂલ–પ્રતિકૂલ ઉપસર્ગો આવી પડે તોપણ સમભાવથી સુખ-દુખની તિતિક્ષા કરવી, ૪ બીજાઓનું અણિમાદિ ઐશ્વર્ય જોવામાં આવે તો પણ સમ્યક્ત્વથી ચલિત ન થવું, ૫ બધી અસાર વસ્તુઓનો ત્યાગ કરીને લોકમાં સારભૂત રત્નત્રયમાં ઉદ્યમી બનવું, ૬ ગુણ મેળવ્યા પછી પણ સાધુએ નિઃસંગતાયુક્ત–અપ્રતિબદ્ધ બનવું જોઈએ, ૭ સંયમનું પાલન કરતાં, મોહજન્ય ઉપસર્ગો આવી પડે તો તેને સારી રીતે સહન કરવા, ૮ સર્વગુણયુક્ત સાધુએ અંતક્રિયાની સારી રીતે આરાધના કરવી જોઈએ, ૯ બીજા સાધુઓને ઉત્સાહિત કરવા માટે “આ બધી આરાધના જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીએ પણ પોતાના જીવનમાં કરેલી છે એ જાતનું વર્ણન.
ભગવાન ઉમાસ્વાતિએ, પ્રશમરતિ પ્રકરણમાં, સંસારપરિભ્રમણથી ભય પામેલા આત્માઓએ સંસારથી મુક્ત થવા માટે આચારાંગનું અધ્યયન કરવું કેટલું બધું જરૂરી છે એ વર્ણવતાં સમગ્ર આચારાંગનાં ૨૫ અધ્યયનનો સાર ટુંકમાં આ રીતે અનુક્રમે કહી દીધો છે –
૧ જીવકાયની યાતના, ૨ લૌકિક સંતાન અને ગૌરવને ત્યાગ, ૩ શીત, ઉષ્ણ આદિ પરીસહોનો વિજય, ૪ અવિક...–ચલિત ન કરી શકાય તેવું અચલ સમ્યક્ત્વ, ૫ સંસારથી ઉદેગ, ૬ કર્મ ખપાવવાનો નિપુણ ઉપાય, ૭ વૈયાવૃત્યમાં ઉદ્યમ, ૮ તપોવિધિ, ૯ સ્ત્રીઓનો ત્યાગ, ૧૦ વિધિપૂર્વક ભિક્ષાનું ગ્રહણ, ૧૧ સ્ત્રી, પશુ, પંડકથી રહિત શય્યા–વસતિ, ૧૨ ઇયશુદ્ધિ, ૧૩ ભાષાશુદ્ધિ, ૧૪ વઐષણ, ૧૫ પારૈષણ, ૧૬ શુદ્ધ અવગ્રહ, ૧૭ સ્થાન ક્યાં કરવું, ૧૮ નિષદ્યા કયાં કરવી, ૧૯ વ્યુત્સર્ગ કયાં કરવો, ૨૦ વિવિધ શબ્દો સાંભળવા ન જવું, ૨૧ વિવિધ રૂપ જોવા ન જવું, ૨૨ બીજા પાસે ક્રિયા ન કરાવવી, ૨૩ અન્યોન્ય પણ ક્રિયા ન કરવી, ૨૪ પાંચ મહાવ્રતોમાં દૃઢતા, ૨૫ સર્વસંગોથી વિમુક્તિ.
આ આચારાંગના બંને શ્રુતસ્કંધનાં બધાં ૨૫ અધ્યયનનો અનુક્રમે સંક્ષિપ્ત સાર છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં તથા બીજા શ્રુતસ્કંધના પંદરમા અને સોળમા અધ્યયનમાં અનેક અનેક ઉત્તમ સુવાક્યો પણ ભરેલાં છે.
પાઠપરંપરા
આચારાંગને સમજવા માટે આપણી પાસે ત્રણ મહત્વનાં સાધનો છે–વર્તમાનમાં મળતી આચારાંગની હસ્તલિખિત પ્રતિઓ, ૨ અત્યારે મળતી આચારાંગની વ્યાખ્યામાં સૌથી પ્રાચીન વ્યાખ્યા ચૂર્ણિ, તથા ૩ આચારાંગની સંસ્કૃત વૃત્તિઓ.
સંસ્કૃત વૃત્તિઓમાં, શીલાચાર્યે રચેલી વૃત્તિનો મોટા ભાગે આધાર લઈને પછીની વૃત્તિઓ રચાયેલી છે. એટલે અમે શીલાચાર્ય વિરચિત વૃત્તિનો જ મુખ્યતયા વૃત્તિ તરીકે નિર્દેશ કરીશું.
વૃત્તિકાર પાસે ઘણાં વર્ષો પૂર્વેથી ચાલી આવતી જે પ્રાચીન પાઠપરંપરા હતી તથા આચારાંગસૂત્રના હસ્તલિખિત આદર્શોમાં પણ જે પાઠપરંપરા આપણને સેંકડો વર્ષોથી મળે છે તેને અનુસરીને
૧. જુઓ પ્રસ્તાવના પૃ૦ ૧૪ ટિ૦ ૨. ૨. પ્રશમરતિમાં વિમોટ્ટ, ૮ ઉપધાનશ્રુત, 3 મહાપરિજ્ઞા એ પ્રમાણે અધ્યયનનો ક્રમ સ્વીકાર્યો
હોવાથી આ રીતે અર્થનું વર્ણન છે. જુઓ પ્રસ્તાવના પૃત્ર ૧૪ ટિ૦ ૨. ૩. તેમના સમયમાં સૂત્રપાઠોની કેવી સ્થિતિ હતી તે તેમણે સૂત્રકૃતાંગવૃત્તિમાં નીચે પ્રમાણે જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org