SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનન્દસૂરિજી મહારાજ સાહેબે અભ્યાસીઓને ઉપયોગી થાય એ આશયથી, એકલે હાથે, અથાગ પરિશ્રમ સેવીને, આગમપંચાંગીની સુવાચ્ચ આવૃત્તિ શક્ય તેટલી જલ્દીથી પ્રકાશિત કરી હતી. આ માટે આપણે સૌ તેઓશ્રીના સદા માટે ઋણી છીએ. આ હકીકત અમારા ‘નંદિત્તુતં અણુઓગદ્દારાઈ ચ' ગ્રન્થની પ્રસ્તાવનામાં પણ જણાવેલી છે. આ પછી પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે શક્ય તમામ પ્રયત્નથી અને લભ્ય ઉપયોગી સામગ્રી મેળવીને આપણા આગમ ગ્રન્થો સંપાદિત કરવા જોઈ એ, એ વસ્તુ ઉપર ભાર મૂક્યો, તેમની આ સમયસરની ચેતવણીએ અમને આગમપ્રકાશનના કાર્યમાં ઉત્સાહિત કર્યાં. આ માટે પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબનો આપણા ઉપર અસાધારણ ઉપકાર છે. જો પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ આપણને આ દિશાસૂચન ન કર્યું હોત તો આજ દિન સુધી આપણને આવી પવિત્ર પ્રેરણા મળત કે કેમ, એ સંદેહાસ્પદ છે. સમગ્ર જૈન આગમોનો મૂલ આધાર દ્વાદશાંગીિિપટક છે. આ બાર અંગોમાં આચારાંગસૂત્ર એ પ્રથમ અંગસૂત્ર છે. અમારી જૈન-આગમગ્રન્થમાલાના ગ્રન્થાંકક્રમમાં મંગલસૂત્રરૂપે નંદિસૂત્ર અને અનુયોગદ્દારસૂત્ર, પ્રથમ ગ્રન્થાંકરૂપે ઈ. સ. ૧૯૬૮માં પ્રકાશિત થયેલ છે. ત્યાર પછી ગ્રન્યાંક નવમાનું–પ્રજ્ઞાપનાસૂત્રનું એ ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૬૯ અને ૧૯૭૧માં પ્રકાશન થયું. તે પછી ગ્રન્થાંક ચોચાના–ભગવતીસૂત્રના—પ્રથમ ભાગનું પ્રકાશન ઈ. સ. ૧૯૭૪માં થયું છે. જૈન આગમ ગ્રન્થમાળાની યોજનામાં ગ્રન્યાંકના ક્રમ પ્રમાણે નંદિસૂત્ર અનુયોગદ્દારસૂત્ર પછી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રનો (એક ગ્રન્થમાં) ગ્રન્થાંક બીજો છે. આમ છતાં તેના સંપાદકજી પરમ પૂજ્ય વિર્યે મુનિરાજ શ્રી જંબૂ વિજયજી મહારાજ સાહેબની સૂચના મુજબ અમે ગ્રન્થાંક ખીજાને બે ભાગમાં પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. આથી ગ્રન્થાંક ખીજાના પ્રથમ ભાગ રૂપે પ્રસ્તુત આચારાંગસૂત્રનું પ્રકાશન કરીને અમે ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમે અમારાં આગળનાં પ્રકાશનોમાં જણાવી ગયા તેમ, આ સમગ્ર જૈન—આગમ—પ્રકાશન ગ્રન્થમાલાનો પ્રારંભ પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની મુખ્ય રાહબરી અને અમારા સહૃદય મિત્ર પં૰ શ્રી દલસુખભાઈ માલવણયાના નિઃસ્વાર્થે સહયોગથી કર્યો હતો. આમાં ગ્રન્થાંક પહેલા પછી બીજા ગ્રન્થાંક રૂપે આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રને તરત જ પ્રકાશિત કરી શકાયાં નહીં તે સંબંધમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીના ચિરકાળ પર્યંત સહકાર્યકર અને આ ગ્રન્થમાલા સાથે સક્રિયપણે સંકળાયેલ પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક પાસેથી જે હકીકત જાણવા મળી છે, તેનો અહીં ઉલ્લેખ કરવો ઉચિત છે. તેઓએ જણાવ્યું છે કે— “પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સમગ્ર જૈન આગમો અને તેની વ્યાખ્યાઓ સુસંપાદિત કરીને પ્રકાશિત કરવા માટે વિ॰ સં૦ ૨૦૦૧ માં શ્રી જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના પાટણ (ઉત્તર ગુજરાત) માં થઈ હતી. તે વખતે સૌપ્રથમ આચારાંગસૂત્રના સંશોધનનું કાર્ય શરૂ કર્યું. આમાં આચારાંગસૂત્રની મૂલવાચના અને શ્રી શીલાચાર્ય (શીલાંકાચાર્ય) કૃત આચારાંગસૂત્રની વૃત્તિના સંશોધનનું કામ મને સોંપેલું તથા આચારાંગસૂત્રની ચૂણિના સંશોધનનું કામ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબે પોતે જ સંભાળેલું. આ કામ ચાલતું હતું ત્યારે વચમાં વચમાં અન્યાન્ય આગમગ્રન્થોને પ્રાચીન પ્રતિઓ સાથે મેળવવાનું કામ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy