SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સંશોધનમાં આધારભૂત હસ્તલિખિત આદશોનો પરિચય– શ્રી સ્થાનાંગસૂત્રના સંશોધનમાં જે હસ્તલિખિત આદર્શોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે – તાડપત્ર ઉપર લખેલી ત્રણ પ્રતિઓ– To–પાટણના સંઘવી પાડાના ભંડારની આ પ્રતિ છે. અત્યારે આ આખો સંધવી પાડાનો અત્યંત મહત્વનો તાલપત્રીય મહાન ભંડાર દેવગુરુકૃપાએ અમારી સૂચનાથી સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાનાં ધર્મપત્ની (સ્વ) શારદાબેન તથા તેમના સુપુત્રી નરેન્દ્રકુમાર, બિપિનકુમાર તથા દીપકકુમારે પાટણના શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાનમંદિરને અર્પણ કરી દીધો હોવાથી ત્યાં છે. આ પ્રતિનો કેટલૉગ નંબર ૩૧/૨ છે. પત્ર ૩૬૮ થી ૪૬૮ છે. તેની લંબાઈ પહોળાઈ ૩૧૪૧III ઇચ છે. આ પ્રતિ સંપૂર્ણ છે. આનો અમે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. પ્રતિના અંતમાં જે ઉલ્લેખ આવે છે તે અમે પૃ૦ ૩૨૨ ટિ માં જણાવ્યો છે. જે–ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનભદ્રસૂરિસંસ્થાપિત તાડપત્રીય ગ્રંથભંડાર કે જે જેસલમેરના કિલ્લામાં રહેલા જિનાલયમાં છે તેની આ પ્રતિ છે. New Catalogue of Sanskrit and Prakrit Manuscripts JESALMER COLLECTION BUSHCUTTER BEHEપતાનાં સંત-પ્રાકૃતમાઘાનિદ્ધનાં પ્રખ્યામાં નૂતના સૂવી કે જે સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજે તૈયાર કરી છે તેના આધારે આ ક્રમાંક ૭ છે. પત્રસંખ્યા ૧-૮૭ છે. વિક્રમ સંવત ૧૪૮૬ માં લખેલી આ પ્રતિ છે. તેની લંબાઈ પહોળાઈ ૩૨ ૪૨ ઇંચ છે. આમાં રહેલાં પાઠાંતરો પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની સૂચનાથી એક મુદ્રિત પ્રતિમાં કોઈક લેખકે નોંધેલાં છે. તેનો જ આ ગ્રંથના મુદ્રણ સમયે સંશોધન–સંપાદનમાં અમે ઉપયોગ કર્યો છે. લેખકના પ્રમાદથી કોઈક પાઠભેદ નોંધવાના રહી ગયા હોય તો તેની અમને ખબર નથી. તે શ્રુતિ ચ શ્રુતિ જેવા પાઠભેદોને બાદ કરતાં, મહત્વના પાઠભેદ પ્રાયઃ નોંધવાના રહી ગયા નહિ હોય, એમ અમારું માનવું છે. મૂળ સ્થાનાંગસૂત્રના ફોટાઓ હજુ હમણાં જ અમારા હાથમાં આવ્યા છે. આ પ્રતિના અંતમાં જે ઉલ્લેખ છે તે પૃ. ૩૨૨ ટિ. ૨ માં અમે જણાવ્યો છે. આ મૂળ સૂત્રનાં પત્ર ૧-૮૭ પૂર્ણ થયા પછી આ શ્રી અભયદેવસૂરિવિરચિત સ્થાનાંગસૂત્રવૃત્તિ પત્ર ૧૩૪૯માં છે. એના અંતમાં લેખન સંવત ૧૪૮૬ વગેરેનો જે ઉલેખ આવે છે તે નીચે મુજબ છે : संवत् १४८६ वर्षे माघवदिपञ्चम्यां सोमे अद्येह श्री स्तम्भतीर्थे अविचलत्रिकालज्ञाशापालनपटुतरे विजयिनि खरतरगच्छे श्री जिनराजसूरिपट्टे लब्धिलीलानिलयकृतपापपूरप्रलयचारुचरित्रचन्दनतरुमलयश्रीमद्गच्छेशभट्टारक श्री जिनभद्रसूरीश्वराणामुपदेशेन प. गूजरसुतेन रेषाप्राप्तसुश्रावकपरीक्षधरणाकेन पुत्रसाइयास हितेन भी सिद्धान्तकोशे स्थानागसूत्रवृत्तिपुस्तकं लिखापितम्। વાવ–પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરમાં રહેલા તપગચ્છભંડારની આ પ્રતિ છે. ત્યાંના સૂચિપત્ર પ્રમાણે ડાબડા નંબર ૭૩, પોથી ને. ૮૬ માં આ પ્રતિ છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૧૪૪૨ ઈંચ છે. અપૂર્ણ છે. ૧૩થી ૧૯૫ પત્ર સુધી મળે છે. તેમાં વચમાં કેટલાંક પત્ર ખૂટે છે, કેટલાંક પત્ર ખંડિત છે, ૧૩મા પત્ર પૂર્વેના થોડા થોડા ટુકડાઓ છે. ૧૯૫ પત્ર પછીનાં પત્રો નથી. પૃ. ૩૧૮ સૂત્ર ૭૭૬ ના મારે પદ સુધી જ આ પ્રતિ મળે છે. અક્ષરો ઘણા સારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy