SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન જાણીતા શાકટાયન વ્યાકરણના રચયિતા શ્રી શાકટાયનાચાર્યે રચેલ “સ્ત્રીનિર્વાણપ્રકરણ તથા કેવલિભુકિત” એ બે પ્રકરણીને સમાવતો આ શાસ્ત્રીય ગ્રંથ અમારી “શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા”ના ૯૩માં ગ્રંથ તરીકે પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. - શ્વેતામ્બર જૈન સંઘ અને દિગંબર જૈન સંઘ વચ્ચે જે કેટલીક માન્યતાઓ કે જે કેટલાક સિદ્ધાંતોની બાબતમાં મતભેદ પ્રવર્તે છે, તેમાં “સ્ત્રીને મોક્ષ મળે કે નહી” અને “કેવળજ્ઞાની કવળાહાર કરે કે નહીં” – એ બંને બાબતોનો પણ સમાવેક થાય છે. શ્વેતામ્બરો સ્ત્રીના મોક્ષનો અને કેવળજ્ઞાનીના કવળાહારનો – એ બન્ને બાબતોનો સ્વીકાર કરે છે, ત્યારે દિગંબરો એ બંને બાબતોનો ઇનકાર કરે છે. આ કારણે બંને સંઘોના સિદ્ધાંતગ્રંથો કે ધર્મશાસ્ત્રોમાં આ બંને બોબતોની ચર્ચા કરવામાં આવી હોય એ સ્વાભાવિક. શ્રી શાકટાયનાચાર્ય વિરચિત આ ગ્રંથરત્ન શ્વેતામ્બર માન્યતાનું સમર્થન અને દિગંબર માન્યતાનું નિરસન કરે છે. શ્રી શાકટાયનાચાર્ય ન શ્વેતામ્બર સંઘના હતા, ન દિગંબર સંઘના; પણ તેઓ યાપનીય સંઘના હતા. એને તેઓ વિક્રમની નવમી-દસમી સદીમાં થઈ ગયા. આ યાપનીય સંઘે શ્વેતામ્બર અને દિગંબર એ બંને સંઘોની અમુક અમુક માન્યતાઓનો સ્વીકાર કર્યો હતો. અને સ્ત્રીમુકિત અને કેવલિભુકિતની બાબતમાં એ શ્વેતામ્બર સંઘને માન્ય વલણ ધરાવતો હતો, એ વાત આ ગ્રંથ ઉપરથી પણ સુનિશ્ચિતપણે જાણી શકાય છે. આજે તો યાપનીય સંઘ નામશેષ બનીને ઈતિહાસ કે પુરાતત્ત્વનો વિષય બની ગયો છે. આ તો આ ગ્રંથના કર્તા અને ગ્રંથના વિષય અંગે કેટલીક બહુ સામાન્ય વાત થઈ; અને એ અંગે વિશેષ કહેવાનો અમારો અધિકાર પણ ન કહેવાય. આ ગ્રંથના વિદ્વાન સંપાદક પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે, પોતાની અભ્યાસપૂર્ણ, આધારભૂત અને માહિતીસભર પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્રંથકાર અંગે વિગતે ચર્ચા-વિચારણા કરી છે, સાથે સાથે બીજી પણ કેટલીક આનુષંગિક બાબતોની એમાં સમાવેશ કર્યો છે, એટલે વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને એમાંથી આ અંગેની પૂરેપૂરી માહિતી મળી રહે એમ છે. વિશેષ આનંદની વાત તો એ છે કે તેઓશ્રીએ આ પ્રસ્તાવનામાં વિશેષ વિસ્તારથી ગુજરાતી ભાષામાં અને કંઈક સંક્ષેપથી સંસ્કૃત ભાષામાં - એમ ચાલુ લોકભાષામાં અને પ્રાચીન શાસ્ત્રભાષામાં –એ રીતે બને ભાષામાં લખી છે. આથી તેઓની વિદ્વત્તા અને સંશોધનદૃષ્ટિનો લાભ, સંસ્કૃતભાષા નહીં જાણનાર જિજ્ઞાસુવર્ગને પણ અમુક પ્રમાણમાં મળી શકશે. આ આ પ્રથા એક ઉપયોગી અને અનુકરણીય પ્રથા છે. પોતાની જીવનસાધના, જ્ઞાનસાધના અને શાસ્ત્રસંશોધનની અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે, આ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવા જેવા જટિલ અને શ્રમસાધ્ય કાર્યની જવાબદારી પરમપૂજ્ય મુનિવર્ય શ્રી જંબૂવિજ્યજી મહારાજે, અમારા પરમ ઉપકારી ગુરુદેવ સ્વર્ગસ્થ પૂજ્યપાદ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિપ્રવર શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના અનુરોધથી સ્વીકારી હતી. તેઓશ્રીએ પોતાની આ જવાબદારી કેવી સાંગોપાંગ પાર ઉતારી છે, એની સાક્ષી આ ગ્રંથ પોતે જ પૂરે છે, એટલે એ અંગે અમારે વિશેષ કહેવાપણું રહેતું નથી. આ ગ્રંથના સંપાદન માટે આટલી બધી જહેમત ઉઠાવવા બદલ અને અમારી સભા પ્રત્યે આવી મમતા બતાવવા બદલ અમે તેઓશ્રીનો અંત:કરણથી ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. અમે ઉપર સૂચવ્યું તેમ, આ ગ્રંથના પ્રકાશનના પ્રેરક પૂજ્યપાદ મુનિવર્યશ્રી પુણ્યવિજયજી મહારાજ હતા. તેઓશ્રી તો અમારી સભાના પ્રાણ અને સર્વસ્વ હતા; અને સભાના એક એક કાર્ય ઉપર તેઓશ્રીની પવિત્ર સ્મૃતિ અંકિત થયેલી છે. આ ગ્રંથના પ્રકાશન માટેની આર્થિક સહાય સ્વર્ગસ્થ પરમપૂજ્ય અનુયોગાચાર્ય પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ તેમજ પૂજ્ય પંન્યાસશ્રી ચંદનવિજયજી મહારાજની પ્રેરણાથી સભાને મળી છે. આ સહાય પોતાનાં સાંસારિક ભગિની – સાધ્વીજી મહારાજ સ્વર્ગસ્થ પ્રવર્તિની શ્રી દાનશ્રીજી મહારાજના શ્રેયનિમિત્તે અનુયોગાચાર્ય પં. શ્રી નેમવિજયજી મહારાજે અપાવી હતી. આજે જ્યારે આ ગ્રંથ છપાઈને પ્રગટ થઈ રહ્યો છે ત્યારે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001144
Book TitleStree Nirvan Kevalibhukti Prakarane Tika
Original Sutra AuthorShaktayanacharya
AuthorJambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1974
Total Pages146
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy