SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન (૭) એકવીસમી સદી તરફ જઈ રહેલ વિશ્વમાં આપણે પાછળ ન રહીએ તે માટે વિદ્યાર્થીઓને અદ્યતન ફર્નીચર તેમજ સાત્વીક ભોજન અને કોમ્યુટર શિક્ષણ માટે શાખામાં જ (કોમ્યુટર સુવિધા આપવામાં આવી રહી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૮૯ વર્ષ દરમ્યાન, સમાજના હજારો નવયુવાનોને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા છે અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા છે. | ઉછરતી પેઢીને વિદ્યાનું દાન અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શક્તિશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે. સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પુણ્યમાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર, આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો ! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે ! આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા ! જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે. જે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજકલ્યાણના સહભાગી બનશે. સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશીષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વમ સિદ્ધ કરીએ એજ અભ્યર્થના. મુંબઈ-૩૬ તા.૨૭-૧૨-૨૦૦૪ વિ.સેવકો ખાંતિલાલ ગોકળદાસ શાહ સુબોધરત્ન ચીમનલાલ ગારડી પ્રકાશચંદ્ર પ્રવીણચંદ્ર ઝવેરી માનદ્ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy