________________
ગાથા-૧૩૦
૫૯
સિદ્ધસેન દિવાકરજી ‘સન્મતિતર્ક પ્રકરણ’માં લખે છે કે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાંત છે, મિથ્યાત્વ છે અને એના સમવાયથી કાર્યોત્પત્તિ માનવી તે અનેકાંત છે, સમ્યક્ત્વ છે.૧
કોઈ એક કારણથી જ કાર્ય સંપાદન નથી થતું એ નિયમ છે. કોઈ એક જ કારણથી કાર્યની સંપન્નતા કહેવી તે એકાંત કથન છે. કોઈ પણ એક કારણથી જ કાર્ય થાય છે. એમ માનવું તે મિથ્યા માન્યતા છે. અન્ય સમવાય વિના, માત્ર એક જ સમવાયથી કાર્યની ઉત્પત્તિ થાય છે એવી મિથ્યા માન્યતાવાળાને એકાંત મિથ્યાષ્ટિ કહેવાય છે. જે કોઈ એક જ સમવાયથી કાર્યની ઉત્પત્તિ માને છે તે મિથ્યાષ્ટિ છે; અને જે કાર્યની ઉત્પત્તિમાં પાંચે સમવાયનો સ્વીકાર કરે છે તે સમ્યગ્દષ્ટિ છે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પાંચ સમવાય કારણનાં પાંચ સ્તવન બનાવ્યાં છે. છઠ્ઠા સ્તવનમાં એ પાંચે કારણનો સમન્વય કર્યો છે. પાંચે કારણોનો સમન્વય કરી, અનેકાંતવાદને ભારે સમર્થન આપતાં છઠ્ઠા સ્તવનમાં તેઓ લખે છે
એ
પાંચે નયવાદ કરતાં, શ્રી જિન ચરણે આવે; અમિય સરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ન માવે રે; પ્રાણી! સમકિત મતિ મન આણો, નય એકાંત મ તાણો રે; પ્રાણી! તે મિથ્યામતિ જાણો રે પ્રાણી.
એ પાંચે સમુદાય મિલ્યા વિણ, કોઈ અંગુલિ યોગે કર તણી પરે, જે બૂઝે તે આગ્રહ આણી કોઈ એકને, એહમાં દીજે
વડાઈ;
પણ સેના મળી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈ રે પ્રાણી.'
૧- જુઓ : આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૫૩ ‘હાથે सहाव णियई पुव्वकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेवा (व) समासओ होंति सम्मतं ।। '
સરખાવો : (૧) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ’, ગાથા ૧૬૪ ‘વાછો सहाव-नियति-पुव्वकयं पुरसकारगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं । । '
(૨) પંડિત શ્રી બનારસીદાસજીકૃત, સમયસારનાટક' સર્વવિશુદ્ધિદ્વાર, દોહા ૪૨ 'पद सुभाउ पूरब उदे, निहचे उद्यम काल ।
पक्षपात मिथ्यातपथ, सरबंगी शिव વાહ !'
૨- ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીરચિત, શ્રી વીરંજનનું પાંચ સમવાય કારણનું સ્તવન', ઢાળ ૬, કડી ૧-૩
Jain Education International
કાજ ન સીઝે; રીઝે રે પ્રાણી.
For Private & Personal Use Only
www.jainelibrary.org