________________
ગાથા-૧૩૦
નિયતિવશ અણધાર્યું મળી જાય છે, ધારેલું દૂર હટી જાય છે.
(૪) કર્મ (પૂર્વકૃત) ભૂતકાળના પુરુષાર્થનું વર્તમાન ફળ તે કર્મ. પૂર્વે કરેલા પુરુષાર્થના વર્તમાન ફ્ળને કર્મ કહેવામાં આવે છે. કાર્યનિર્માણમાં તેને અનુકૂળ એવાં કર્મ જરૂરી છે. કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા જેટલી જ અગત્યતા કર્મની પણ છે. કર્મના કારણે કેટલાક અર્ધમૂર્ખ માણસો કરોડો રૂપિયાના સ્વામી જોવામાં આવે છે અને ચતુર માણસો નિર્ધન જોવામાં આવે છે. રાય-૨કપણું, સાજા-માંદાપણું, કીર્તિઅપકીર્તિપણું કર્મ ઉપર આધાર રાખે છે.
૫૭
(૫) ઉદ્યમ (પુરુષાર્થ) મન-વચન-કાયાના યોગ વડે ઇષ્ટપ્રાપ્તિ માટે કરાયેલો જે પરિશ્રમ તે ઉદ્યમ (પુરુષાર્થ) છે. કર્મને ઉત્પન્ન કરનાર પણ જીવનો પૂર્વનો પુરુષાર્થ જ છે. વસ્તુતઃ વિચારતાં કર્મ પુત્ર છે અને ઉદ્યમ પિતા છે. ઉદ્યમના અભાવમાં અન્ય અંગો કાર્ય ઉપજાવી શકતાં નથી. અનાજનો પાકવાનો સમય થઈ ગયો હોય, એવો તેનો સ્વભાવ હોય, તેમ થવું બનવા યોગ્ય હોય અને તેવું કર્મ પણ હોય, છતાં ચૂલા ઉપર મૂક્યા વગર અનાજ રંધાઈ જતું નથી. પીલવાના પુરુષાર્થ વિના તલમાંથી તેલ નીકળતું નથી. વૃક્ષ ઉપર ચઢવાના ઉદ્યમ વિના વેલડી વિકાસ પામતી નથી. સૂતેલા સિંહના મુખમાં હરણિયાં આવીને પડતાં નથી, તે માટે સિંહે જાતે ઉદ્યમ કરવો પડે છે. ઉદ્યમના અભાવમાં કાર્ય અસંભવિત હોવાથી ઉદ્યમ કાર્યવ્યવસ્થાનું એક આવશ્યક અંગ છે.
ઉપર્યુક્ત પાંચ સમવાય કારણને સરળતાથી સમજવા માટે સ્ત્રીના માતૃત્વનું ઉદાહરણ આપવામાં આવે છે. માતા બની શકવાનો ધર્મ સ્ત્રીમાં છે, પુરુષમાં નથી. સ્ત્રીનો માતા બની શકવાનો ધર્મ તે સ્વભાવ. સ્ત્રી અમુક નિશ્ચિત સમયે જ માતા બની શકે છે. સ્ત્રી યૌવનમાં ઋતુવંતી થયા પછી જ, ગર્ભ રહ્યા પછી જ અને ગર્ભકાળ પૂર્ણ થાય ત્યારે જ માતા બની શકે છે. આમ, અહીં માતૃત્વપ્રાપ્તિમાં કાળ પણ એનો ભાગ ભજવે છે. માતૃત્વપ્રાપ્તિનું તથાપ્રકારનું કર્મ બાંધ્યું હોય અને તે કર્મ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે. એ બતાવે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે. પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. માતૃત્વપ્રાપ્તિમાં આ ફાળો ઉઘમનો છે. ઉપરોક્ત ચારે કારણો પ્રાપ્ત હોવા
છતાં પણ જો તથાપ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ તેમાં ભાગ ભજવે છે. આમ, સ્ત્રીને માતૃત્વપ્રાપ્તિ થાય તે માટે આ પાંચ કારણો ભાગ ભજવે છે તે સર્વમાન્ય વાત છે. તે જ પ્રમાણે કોઈ પણ કાર્ય વિષે આ પાંચે કારણો ભાગ ભજવે છે. જીવના મોક્ષરૂપી કાર્યના પાંચ સમવાય કારણોનું વર્ણન કરતાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org