________________
४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જોઈએ. વૃત્તિને આત્મસન્મુખ રાખવાના નિરંતર અભ્યાસથી ચૈતન્યરસ પરાકાષ્ઠાએ પહોંચે છે અને ત્યારે ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને, ઇન્દ્રિયાતીત એવા આંતર સ્વભાવમાં અભેદ થાય છે. ચૈતન્યસત્તામાં ઉપયોગ સ્થિર થતાં નિર્વિકલ્પ, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. જે જીવને પરમાર્થની સાચી ઇચ્છા થઈ નથી તે જીવ ભવસ્થિતિ, પંચમ કાળે મોક્ષનો અભાવ, તીર્થંકરનો વિરહ, જ્ઞાની પુરુષની દુર્લભતા, કર્મનું જોર ઇત્યાદિ કારણો આગળ ધરી આત્માર્થને ગૌણ કરે છે; અર્થાતુ ખોટાં બહાનાં કાઢી, પુરુષાર્થહીન બનીને પોતાનું કલ્યાણ અટકાવે છે, આત્મલાભને છેદે છે. “જો પરમાર્થને પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો સ્વના પુરુષાર્થમાં શીઘ્રતાથી લાગો, કોઈ પણ બહાનું કાઢી પરમાર્થને ગુમાવો નહીં' - એવું પરમ પુરુષાર્થપ્રેરક ઉદ્ધોધન શ્રીમદ્ આ ગાથામાં કરે છે.
- જીવને જો સંસાર અસાર લાગતો હોય, આત્માને વળગેલો વિભાવરોગ વિશેષાર્થ)
વરાણાયા તજવો હોય, આત્મકલ્યાણની ઇચ્છા હોય તો તે જીવે સાચો પુરુષાર્થ કરવો ઘટે છે એમ શ્રીમદે ગાથાની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે. પ્રશ્ન થાય કે સત્ય પુરુષાર્થ એટલે શું? પુરુષ + અર્થ = પુરુષાર્થ. ‘પુરુષ' એટલે આત્મા અને ‘અર્થ' એટલે પ્રયોજન. આત્માનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેવા પ્રકારના ઉદ્યમને પુરુષાર્થ કહેવાય. જે મહેનતના ફળસ્વરૂપે આત્માને દુ:ખ પ્રાપ્ત થાય તેવી મહેનત એ અસપુરુષાર્થ છે અને જે મહેનતના ફળસ્વરૂપે આત્માને સુખ પ્રાપ્ત થાય તેવી મહેનત એ સપુરુષાર્થ છે.
પરમાર્થ સાધવાની જેને ઇચ્છા હોય તેણે સદ્ગુરુના આશ્રયે જવારૂપ, તેમનાં વચનોને અંગીકાર કરવારૂપ, તે ઉપર અનન્ય પ્રેમથી ચિતવન કરવારૂપ અને તેમની આજ્ઞાએ રહેવારૂપ સત્ય પુરુષાર્થ કરવો જરૂરી છે. સગુરુના બોધ દ્વારા પોતાના ચૈતન્યસ્વભાવનો નિર્ણય કરી, ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાનપ્રકાશ બહાર ભટકે છે તેને અંદર ખેંચી, અર્થાતુ પોતાની આત્મશક્તિને શરીર, ઇન્દ્રિય, વિકલ્પોથી હટાવીને જ્ઞાનના અખંડ પિંડસન્મુખ કરી, તેની સાથે અભેદ - એકત્વ સ્થાપવારૂપ સત્ય પુરુષાર્થ કરવો આવશ્યક છે. આત્મસન્મુખતાનો અભ્યાસ કરવાથી જીવ જગતની પાર ચાલ્યો જાય છે, મનના સ્તરથી ઉપર ઊઠે છે અને સ્વની ઝલક મેળવે છે. અંતર તરફ ડગ ભરતાં જીવ પોતાના અસ્તિત્વના કેન્દ્ર ઉપર પહોંચી જાય છે અને સ્વરૂપની અનુભૂતિ કરે છે.
- સત્ય પુરુષાર્થનો સંબંધ આત્મજાગૃતિ સાથે છે. કેન્દ્ર પ્રત્યે - પોતાના અસ્તિત્વ પ્રત્યે સભાન થવું, હોશપૂર્ણ રહેવું એ જ ધાર્મિકતાનો પાયો છે. જીવે કદી કેન્દ્રની સભાનતા કેળવી નથી અને તે પરિઘ ઉપર જ રઝળતો રહ્યો છે. કેન્દ્રની જાગૃતિ વગરનું આવું અસ્તિત્વ એ અનુપસ્થિત અસ્તિત્વ છે. જેમ પોતાના ઘરમાં બધું જ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org