________________
૬૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન હતી. ભક્ત સુરદાસ, ભક્ત મીરાં અને ભક્ત નાભાદાસ જેવાં ઉત્તમ વૈષ્ણવ કવિઓ મહાપ્રભુનાં શિષ્યો હતાં. હિંદીના “અષ્ટ છાપ' કવિઓ વલ્લભપ્રતિપાદિત વિષ્ણુ ભક્તિના સમર્થ પ્રચારકો હતા. ગુજરાત, રાજસ્થાન અને વ્રજભૂમિમાં વલ્લભસંપ્રદાય ખૂબ ફૂલ્યોફાલ્યો. શ્રી વિઠ્ઠલ ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી અને શ્રી સ્વરૂપ ગોસ્વામી જેવા સમર્થ અનુયાયીઓએ શ્રી વલ્લભાચાર્યના દાર્શનિક સિદ્ધાંતો અને ભક્તિમાર્ગનો પશ્ચિમ ભારતમાં ખૂબ પ્રચાર કર્યો છે.
(II) ઉપસંહાર
આ પાંચે આચાર્યોનાં વેદાંત દર્શનમાં સમગ્રતયા બહ્મતત્ત્વની ચર્ચા એ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આ પાંચે આચાર્યો અને તેમનાં વેદાંત દર્શનને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય – (૧) એક તરફ શ્રી શંકરાચાર્યને અને તેમના નિર્ગુણ - નિર્વિશેષ બહ્મવાદને મૂકી શકાય. તેમના મત પ્રમાણે બહ્મ નિરાકાર, નિર્ગુણ, સચ્ચિદાનંદરૂપ છે. કેવળ એક બ્રહ્મ જ સત્ય છે, બાકી સર્વ જગત માત્ર મિથ્યા છે. જીવ અને બ્રહ્મ બન્ને એક છે. (૨) શ્રી શંકરાચાર્યના નિર્ગુણ બ્રહ્મવાદથી વિરુદ્ધ સગુણ - સવિશેષ બ્રહ્મવાદ છે. જેના મત મુજબ પરમેશ્વર, પરબ્રહ્મ, પુરુષોત્તમ, નારાયણ સર્વોચ્ચ તત્ત્વ છે. પરમેશ્વર દિવ્ય ગુણ, દિવ્ય આકાર અને દિવ્ય વિશેષણો સહિત છે. તેમનું ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે.
શ્રી શંકરાચાર્ય સિવાયના બીજા ચાર આચાર્યો શ્રી રામાનુજાચાર્ય, શ્રી મદ્ગાચાર્ય, શ્રી નિબાર્કાચાર્ય અને શ્રી વલ્લભાચાર્ય શ્રીવિષ્ણુને પરમેશ્વર, ઇષ્ટદેવ માની તેમની ઉપાસના - ભક્તિ દ્વારા મોક્ષનો માર્ગ બતાવે છે. આથી આ ચાર આચાર્યોના માર્ગને વૈષ્ણવ સંપ્રદાય, ભક્તિમાર્ગ, વિષ્ણુપરક બહ્મવાદ તથા સગુણ બ્રહ્મવાદ તરીકે પણ
ઓળખાવાય છે. વિષ્ણુપરક સગુણ બહ્મવાદના આ ચાર આચાર્યો તેમના દાર્શનિક મતસિદ્ધાંતની ભિન્નતાના કારણે એકબીજાથી અલગ પડે છે. તે મુજબ વિષ્ણુપરક સગુણ બહ્મવાદના ચાર અવાંતર વિભાગ નીચે પ્રમાણે પડે છે - વિશિષ્ટાદ્વૈતવાદ (શ્રી રામાનુજાચાર્ય), વૈતવાદ (શ્રી મધ્વાચાર્ય), શુદ્ધાદ્વૈતવાદ (શ્રી વલ્લભાચાર્ય) અને વૈતાદ્વૈતવાદ (શ્રી નિંબાર્કાચાર્ય).
આ ચારની વિરુદ્ધનો મત તે નિર્ગુણ બ્રહ્મવાદ અથવા કેવલાદ્વૈતવાદ (શ્રી શંકરાચાર્ય) છે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org