________________
૬૫૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મુદિત - આનંદિત થઈ જવાય છે. બ્રહ્મ સત્ય, અનંતસાર્વભૌમ (સર્વવ્યાપક), રસસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. બ્રહ્મ સનાતન, અવર્ણનીય, સદા સર્વથા પૂર્ણ છે, છતાં ચાર સ્વરૂપોથી યુક્ત છે. મોક્ષ ઉપાય – અવિદ્યાપ્રેરિત કર્મ દ્વારા જીવાત્માની વિશુદ્ધતા આચ્છાદિત થાય છે. ઈશ્વરની કૃપા વડે આ અવિદ્યાનો નાશ કરી શકાય છે અને ઈશ્વરની કૃપા ભક્તિ દ્વારા પ્રગટ થાય છે; માટે જ ભક્તિ એ મુક્તિનું સાધન છે, મુક્તિનો ઉપાય છે. ભક્તિ દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શ્રી નિંબાર્કાચાર્યના મત અનુસાર ભોગેચ્છા વૈત ભાવના (હું અને મારું) ઉપર નિર્ભર છે. ભક્તિના સાધનનો અભ્યાસ કરતાં કરતાં ભોગપદાર્થોની તૃષ્ણાનો ધીમે ધીમે ક્ષય થાય છે. જીવ અહંશૂન્ય અને અહંકારરહિત થાય છે. પ્રત્યેક વસ્તુમાં તે બહ્મની જ્યોતિ જુએ છે, તેથી તેનામાં પ્રાણીમાત્ર પ્રત્યે સમદષ્ટિ અને સમભાવ કેળવાય છે. આ શુદ્ધ અને પવિત્ર આત્માનાં લક્ષણ છે. આવાં લક્ષણોનો
જ્યારે ઉદય થાય છે ત્યારે તેનામાં પરાભક્તિ આપોઆપ ઉત્પન્ન થાય છે. જેમ નદી પોતાનાં નામ-રૂપ ત્યજી સમુદ્રમાં લીન થઈ જાય છે, તેમ ભક્ત જીવ પણ બહ્મમાં એક થઈ જાય છે, ત્યારે નિબંધ મુક્ત સ્વરૂપમાં જીવ સ્થિત રહે છે. મોક્ષ-અવસ્થામાં જીવાત્મા બ્રહ્મથી - ઈશ્વરથી જુદો જ રહે છે અને છતાં તત્ત્વતઃ તે બહ્મના એક અંશરૂપે બની રહે છે. આ જ ભેદભેદ સિદ્ધાંત છે. જીવાત્મા બહ્મરૂપ બને છે અને છતાં બહ્મમાં વિલીન થઈ જતો નથી. નારદસૂત્ર'માં ભક્તિની વ્યાખ્યા “ઈશ્વરમાં પરમપ્રેમરૂપ' એમ કરી છે. આ લક્ષણ શ્રી નિબાર્કાચાર્યના પ્રેમવિશેષલક્ષણા'ને મળતું આવે છે. શ્રી રામાનુજાચાર્યની ભક્તિ ઉપાસનાપ્રધાન છે, જ્યારે શ્રી નિબાર્કાચાર્ય પ્રેમલક્ષણા ભક્તિનો ઉપદેશ આપે છે. શ્રી નિબાર્કાચાર્ય શ્રીકૃષ્ણ સાથે રાધાને ભજે છે. શ્રી નિંબાર્કાચાર્યે ‘શ્રીમદ્ ભાગવત'નો નહીં, પરંતુ ‘હરિવંશ’, ‘મહાભારત' અને 'વિષ્ણુપુરાણ'નો આધાર મુખ્યપણે લીધો છે. ઉપસંહાર – નિબાર્ક સંપ્રદાયના અનુયાયીઓ ગોપીચંદનની બે સીધી લીટી કરી વચમાં કાળો ચાંદલો કરે છે. ગળામાં તેઓ તુલસીની કંઠી પહેરે છે, રાધા-કૃષ્ણની પૂજા કરે છે અને શાંત રીતે કીર્તન-ભજન કરે છે. શ્રી નિંબાર્કાચાર્યનો જન્મ દક્ષિણમાં થયો હતો, પરંતુ વિશેષતઃ તેઓ મથુરાની આસપાસ રહ્યા હતા. તેથી તેમના સંપ્રદાયના અનુયાયીઓ મોટે ભાગે ઉત્તર હિંદુસ્તાન, મથુરા તથા બંગાળમાં દેખાય તે સ્વાભાવિક છે.
શ્રી વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ પ્રાસ્તાવિક – શ્રી વલ્લભાચાર્યે પોતાની અપ્રતિમ પ્રતિભાના બળે બહ્મવાદનું નવીન અર્થઘટન સાથે પ્રતિપાદન કર્યું હતું. તેમણે જીવ, જગત અને પરમતત્ત્વ (બહ્મ) એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org