________________
૬૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
(જીવો વચ્ચે પરસ્પર ભેદ) અને જડ-જડ (જગતના પદાર્થો વચ્ચે પરસ્પર ભેદ). આ પાંચ ભેદ વસ્તુતઃ છે, ઔપચારિક નથી. પંચભેદસિદ્ધાંત એ શ્રી મધ્વાચાર્યના વિશ્વવૈવિધ્યવાદની આધારશિલા છે. મધ્ય દર્શન અનુસાર જગત સત્ય છે, ભેદ વાસ્તવિક છે, જીવો પરમાત્મા ઉપર અવલંબે છે અને જીવોમાં પણ જુદી જુદી ઊંચી-નીચી કક્ષાઓ છે. જીવાત્મા આનંદમય બને એ મુક્તિ છે. દોષરહિત ભક્તિ એ મુક્તિનું સાધન છે. ભાગવતપ્રતિપાદિત કૃષ્ણભક્તિ એ મધ્વ સંપ્રદાયનું મધ્યબિંદુ છે.
પ્રવર્તક દક્ષિણ ભારતમાં ઉડુપિ ગામના અગ્નિખૂણે આઠ માઈલ દૂર રજતપીઠ ગામે માધેજી ભટ્ટ નામના વેદવેદાંતમાં પારંગત વિનમ્ર બ્રાહ્મણદંપતીના ઘરે આસો સુદ ૧૦(વિજયાદશમી)ના પવિત્ર દિવસે ઈ.સ. ૧૨૩૮માં શ્રી મધ્વાચાર્યનો જન્મ થયો હતો . માતાનું નામ વેદવતી હતું અને પિતાનું ગોત્ર નામ ઉડ્ડનતીલ્લાય હતું. બાળકનું નામ વાસુદેવ રાખ્યું. શ્રી મધ્વાચાર્ય વાયુદેવનો ત્રીજો અવતાર મનાય છે. (હનુમાન, ભીમ અને ત્યારપછી મધ્ય) સોળ વર્ષની ઉંમરે અદ્વૈતમતના સંન્યાસી આચાર્ય સનકકુલોદ્ભવ અચ્યુતપ્રેક્ષ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમણે પૂર્ણપ્રજ્ઞ નામ ધારણ કર્યું. રજતપીઠપુરમાં એક વાર ગુરુ શ્રી અચ્યુતપ્રેક્ષને મળવા આવેલ શાંકરમતના વિદ્વાન પંડિતને તેમણે હરાવ્યા. આ સફળતાથી પ્રેરાઈને નવા મતના પ્રચારાર્થે તેમણે દક્ષિણ ભારતની યાત્રા શરૂ કરી. માર્ગમાં અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ થયો. વિવિધ પ્રકારની યોગસિદ્ધિઓ પણ તેમણે દેખાડી, જેમ કે ભીના થયા વિના પાણી ઉપર ચાલવું, દૃષ્ટિમાત્રથી તોફાની દરિયાને શાંત કરવો વગેરે. આમ, માયાવાદના ખંડનનાં અને નવા મતની સ્થાપનાનાં પગરણ આ રીતે મંડાયાં. ઉડુપિ પાછા ફર્યા પછી તેમણે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' ઉપર ભાષ્ય રચ્યું, જેમાં તેમણે દ્વૈતવાદનો સારાંશ આપ્યો. આ ‘ગીતાભાષ્ય’તેમણે ઉત્તર ભારતની બદરીધામની યાત્રામાંથી પાછા ફર્યા ત્યાં સુધી પ્રકાશિત કર્યું ન હતું. ઉત્તરયાત્રાની ફળશ્રુતિ એ હતી કે શ્રી મધ્વાચાર્યના વ્યક્તિત્વનો અને મધ્યમતનો જનમાનસ ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ઉડુપિમાં પુનરાગમન પછી બે નોંધનીય ઘટના બની. તેમના ગુરુ શ્રી અચ્યુતપ્રેક્ષ જેઓ વેદાંતી હતા, તેઓ મધ્યમતમાં જોડાયા અને શાંકર વેદાંત ઉપર શ્રી મધ્વાચાર્યે શાસ્ત્રાર્થમાં કરેલી ટીકા-ટિપ્પણો હવે લેખિત ભાષ્યના રૂપમાં પરિણમી. ‘ગીતાભાષ્ય’ અને ‘બ્રહ્મસૂત્રભાષ્ય' (જે ‘પૂર્ણપ્રજ્ઞભાષ્ય’ તરીકે પણ ઓળખાયું) એનાં ફળસ્વરૂપ હતાં. આ તેમનો સ્વતંત્ર મૌલિક દ્વૈતવાદ શ્રી શંકરાચાર્યના મતથી તદ્દન વિરુદ્ધ હતો. જ્યારે તેઓ વેદાંત શાસ્ત્રમાં પારંગત થઈ ગયા ત્યારે ગુરુએ તેમને “આનંદતીર્થ' નામ આપી મઠાધીશ બનાવ્યા. મધ્વ' નામ તેમણે પોતે જ ધારણ કરેલું. શ્રી મધ્વાચાર્ય એંશી વર્ષની વયે માઘ સુદ ૯, ૧૩૧૮માં વૈકુંઠવાસી થયા. સાહિત્ય શ્રી મધ્વાચાર્યે કુલ ૩૭ ગ્રંથો રચ્યા, જે સર્વ-મૂલ-ગ્રંથો' તરીકે ઓળખાય
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org