SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫O શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રામાનુજાચાર્ય જગતને બહ્મનું પરિણામ માને છે; તેથી જેમ બ્રહ્મ સત્ય છે, તેમ જગતને પણ સત્ય માને છે. ઈશ્વર – શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે જે કંઈ છે તે બહ્મ છે, પણ એ બહ્મમાં અનેકત્વનાં બીજો છે, જેના કારણે એ એક, અનેક રૂપે વ્યક્ત થાય છે. શ્રી રામાનુજાચાર્યનું બહ્મતત્ત્વ એ તાત્ત્વિક રીતે ઈશ્વરપુરુષ છે - સત્યમય વિશ્વના સર્વજ્ઞ અને સર્વશક્તિમાન શાસક; એટલે શ્રી રામાનુજાચાર્યના મતમાં નિર્ગુણ અને સગુણ અથવા બહ્મ અને ઈશ્વર એવા ભેદો નથી પાડવામાં આવ્યા. બહ્મ જાતે જ સવિશેષ અને સગુણ છે એવું તેમનું માનવું છે. સત્ય, જ્ઞાન, અનંત, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, સૌશલ્ય, વાત્સલ્ય, આર્જવ, સૌહાર્દ, ધૈર્ય, સામ્ય, કારુણ્ય, ગાંભીર્ય, માધુર્ય, ઔદાર્ય, શૌર્ય, પરાક્રમ આદિ અનંત કલ્યાણકારી ગુણો તેમનામાં નિરતિશય રૂપમાં રહ્યા છે. આ ગુણોના કારણે ઈશ્વર અથવા બહ્મ સગુણ છે. ‘બહ્મ નિર્ગુણ છે” એવો ઉલ્લેખ જ્યારે ઉપનિષદો વગેરેમાં આવે છે ત્યારે શ્રી રામાનુજાચાર્ય એનો એવો અર્થ ઘટાવે છે કે બ્રહ્મમાં દુ:ખ, શોક, મર્યતા, વ્યય, જરા જેવા નિકૃષ્ટ ગુણો નથી. તેમના મત અનુસાર ઈશ્વર વિભુ છે, સમગ્ર જગતના કારણરૂપ છે, સર્વોતર્યામી, સર્વકર્મફળદાતા, નિયંતા, શાસક, રક્ષક, તારણહાર, ભુવનસુંદર, રસેશ્વર, આનંદમય છે. નારાયણ વિષ્ણુ સર્વના અધીશ્વર છે. શ્રી રામાનુજાચાર્યના મત મુજબ ઈશ્વરનાં પર, બૃહ, અવતાર, અંતર્યામી, અર્ચા એવાં પાંચ રૂપ છે. મોક્ષ ઉપાય – મુક્ત જીવ ચિરકાળ માટે વૈકુંઠમાં અપારકલ્યાણગુણસાગર ભગવાનના દાસરૂપે રહી આનંદમાં અવગાહન કરે છે. પ્રાકૃત દેહ વ્યુત થયા પછી અપ્રાકૃત દેહ વૈિકુંઠમાં નારાયણની સેવા એ જ મુક્તિ છે. મુક્તાત્મા બહ્મરૂપ નથી બનતો, પણ બહ્મના - ઈશ્વરના સામીપ્યમાં રહે છે. વૈકુંઠમાં સદા ઈશ્વરચિંતનમાં અથવા ઈશ્વરપ્રેમમાં એ નિમગ્ન રહે છે. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે જીવન્મુક્તિ શક્ય જ નથી. મુક્તિ તો જીવાત્મા શરીરથી અળગો થાય ત્યારે જ સંભવે. આ મુક્તિ ઉપાસના દ્વારા પ્રાપ્ત થાય છે. અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત પરમાત્મા ભક્તને તેની ઉપાસનાથી પ્રસન્ન થઈ, કૃપા કરીને મુક્તિ અર્પે છે. ઉપાસનાના બે અંગ તેઓ બતાવે છે. ભક્તિ અને પ્રપત્તિ. ૧) ભક્તિ - પ્રેમસ્વરૂપ પરમાત્મામાં મન સતત રોકાયેલું રહે તે જ ભક્તિ. શ્રી રામાનુજાચાર્યના મત પ્રમાણે સાધનસપ્તકથી ઊપજેલી ભક્તિ ઈશ્વરના સાક્ષાત્ દર્શન સુધી પહોંચાડે છે. આ સાધનસપ્તક આ પ્રમાણે છે - વિવેક (સાત્ત્વિક આહાર દ્વારા દેહશુદ્ધિ), વિમોહ (વાસનાઓથી નિવૃત્તિ), અભ્યાસ (પવિત્ર મનથી ઈશ્વરસ્મરણ), કલ્યાણ (સગુણોની વૃદ્ધિ દ્વારા વિચારશુદ્ધિ), ક્રિયા (પંચ પ્રકારનાં કર્તવ્યનું પાલન), અનવસાદ (વિષાદમુક્તિ) અને અનુદ્ધર્ષ (સ્થિતપ્રજ્ઞતા). આ ઉપરાંત શ્રી રામાનુજાચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy