________________
६४८
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
કાંચીમાં શાંકરમતવાદી શ્રી યાદવપ્રકાશ પાસે આવ્યા. પરંતુ શ્રુતિવચનોનાં અર્થઘટન સંબંધમાં તેમને ગુરુ સાથે વારંવાર મતભેદ ઊભો થતો. ગુરુ-શિષ્ય વચ્ચે વિસંવાદ રહેતો હોવાથી ગુરુનો અહંભંગ થયો, તેથી ગુરુએ પોતાના શિષ્યનો જીવ લેવાનું કાવતરું રચ્યું; પણ તેમાં તેઓ સફળ ન થયા. દરમ્યાન શુંગેરી મંદિરના મઠાધીશ આલવંદર શ્રી યમુનાચાર્ય કે જેઓ એક વિશિષ્ટાદ્વૈતવાદી વેદાંતી ભક્ત હતા, તેમણે પોતાના જીવનનો અંત નજીક જાણી, શ્રી રામાનુજાચાર્યને પોતાની ગાદીએ સ્થાપવા માટે તેડાવ્યા; પરંતુ શ્રી રામાનુજાચાર્ય શ્રીરંગમ્ પહોંચે તે પહેલાં જ શ્રી યમુનાચાર્યના દેહનો ત્યાગ થઈ ચૂક્યો હતો. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે શ્રી રામાનુજાચાર્યે ગુરુના મૃતદેહનાં દર્શન કરતાં એક વિલક્ષણ આશ્ચર્ય જોયું. મૃતદેહની ત્રણ આંગળીઓ બિડાયેલી હતી, જાણે કે ત્રણ મહત્ત્વનાં કાર્યો અપૂર્ણ રહી ગયાનું સૂચન કરતી ન હોય! શ્રી રામાનુજાચાર્યે શ્રી યમુનાચાર્યને મનોમન ગુરુ તરીકે સ્વીકારી તેમની સમક્ષ ત્રણ પ્રતિજ્ઞા કરી - ૧) “બહ્મસૂત્ર' ઉપર વિશિષ્ટાદ્વૈત મતાનુસાર ભાષ્ય રચવું, ૨) વૈષ્ણવ ભક્તિસંપ્રદાયનો પ્રચાર કરવો અને ૩) સુયોગ્ય પાત્રને પરાશર અને શઠકોપ નામ આપવાં. આ ત્રણ પ્રતિજ્ઞા કરતાંની સાથે જ જાણે ઇચ્છાની પૂર્તિ દર્શાવવા ગુરુની ત્રણે આંગળીઓ સીધી થઈ ગઈ. ગુરુની ઉત્તરક્રિયા પતાવી તેઓ કાંચી પાછા ફર્યા અને બ્રહ્મસૂત્ર'ના અર્થનો અને વૈષ્ણવ દિવ્ય પ્રબંધનો અભ્યાસ કર્યો. શ્રી રામાનુજાચાર્યને પોતાની પત્ની સાથે હંમેશાં મતભેદ રહ્યા કરતો હોવાથી ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા અને યતિરાજ' નામે પ્રસિદ્ધ થયા. શ્રી યમુનાચાર્યના પુત્ર વરદાંગે શ્રીરંગભૂમાં શ્રી યાકુનાચાર્યના ઉત્તરાધિકારી તરીકે શ્રી રામાનુજાચાર્યને નિયુક્ત કર્યા. શ્રી યમુનાચાર્યના મૃતદેહ પાસે લીધેલી પ્રતિજ્ઞાની પૂર્તિ કરવા તેમણે કાશ્મીરના પુસ્તકાલયમાંથી પોતાને પ્રાપ્ત થયેલ “બોધાયન વૃત્તિને અનુસરીને ‘બહ્મસૂત્ર' ઉપર ભાષ્યની રચના કરી, જેનું વિદ્વાનોએ “શ્રીભાષ્ય' એવું નામ પાડ્યું. શ્રી શંકરાચાર્યની જેમ તેમણે પણ ભારતમાં ઘણો પ્રવાસ કર્યો. સમગ્ર જીવન ભજન, ધર્મપ્રચાર, ગ્રંથરચના, માનવકલ્યાણ તથા સાધનામાં વ્યતીત કરતાં ૧૨૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી, ઈ.સ. ૧૧૩૭માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. સાહિત્ય - શ્રી રામાનુજાચાર્યની કૃતિઓમાં મુખ્ય સ્થાન છે ‘બહ્મસૂત્ર' ઉપરનું તેમનું ભાષ્ય, જે ‘શ્રીભાષ્ય' તરીકે ઓળખાય છે. તેમાં તેમણે પોતાનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે. આ તત્ત્વજ્ઞાનના પાયા ઉપર વૈષ્ણવ પંથની સ્થાપના થઈ છે. આ ઉપરાંત “શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર તેમનું ભાષ્ય પણ પ્રસિદ્ધ છે. વેદાંતસંગ્રહ'માં તેમણે ‘ઉપનિષદોના અદ્વૈતવાદી અર્થનું ખંડન કર્યું છે. આ ત્રણ મુખ્ય કૃતિઓ ઉપરાંત ‘વેદાંતસાર', “શ્રીરંગ ગદ્ય', “શરણાગતિ ગદ્ય', ‘વેદાંતદીપ', “શ્રી વૈકુંઠ ગદ્ય', ‘નિત્ય ગ્રંથ' વગેરે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org