________________
૬૪)
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઈ.સ. પૂર્વે ૫૦૦ થી ૨૦૦ સુધીમાં રચાયાં હોવાં જોઈએ એમ વિદ્વાનોનો મત છે. જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત અનુસાર વેદાંત સૂત્રો “મહાભારત' કરતાં પણ પ્રાચીન છે. કીથના મત પ્રમાણે શ્રી બાદરાયણ ઋષિ ઈ.સ. ૨૦૦ પછીના હોઈ શકે નહીં. શ્રી બાદરાયણ ઋષિ પહેલાં પણ વેદાંત તત્ત્વની મીમાંસા કરવાવાળા આચાર્યોમાં શ્રી આત્રેય, શ્રી આસ્મરણ્ય, શ્રી ઔડુલૌમી, શ્રી કષ્ણજિનિ, શ્રી કાશકૃત્ન, શ્રી જૈમિનિ, શ્રી બાદરિ, શ્રી કાશ્યપ વગેરેને ગણાવવામાં આવે છે. તેમના નામોલ્લેખ મળે છે, પરંતુ તેમની કૃતિઓ ઉપલબ્ધ નથી. શ્રી બાદરાયણ ઋષિરચિત “વેદાંતસૂત્ર' દ્વારા ‘ઉપનિષદો'નું અર્થઘટન પદ્ધતિસર થયું હોવાના કારણે શ્રી બાદરાયણ ઋષિ વેદાંત દર્શનના પ્રણેતા તરીકે મનાય છે. (૩) સાહિત્ય
વેદાંત દર્શનના મુખ્ય ત્રણ મૌલિક આધાર ગ્રંથો છે, જે પ્રસ્થાનત્રયી' તરીકે પ્રસિદ્ધ છે. જે માર્ગે વટેમાર્ગુ લૂંટાવાના કે અન્ય કોઈ પણ ડર વિના પોતાના મુકામે પહોંચવા માટે નિર્ભયપણે સરળતાથી ચાલ્યો જાય તેવા રાજમાર્ગને પ્રસ્થાન કહેવામાં આવે છે. આ સંદર્ભમાં જોઈએ તો આ ત્રણે પ્રસ્થાનગ્રંથો મુમુક્ષુને મોક્ષપદે લઈ જતા રાજમાર્ગ સમાન છે. ‘ઉપનિષદ', ‘શ્રીમદ્ ભગવદ્ગીતા” અને “વેદાંતસૂત્ર' (બહ્મસૂત્ર) એ ત્રણે ભારતીય દર્શન સાહિત્યમાં પ્રસ્થાનત્રયી' તરીકે પ્રસિદ્ધ છે. આ ત્રણેમાં પણ ‘વેદાંતસૂત્ર’ કે ‘બાહ્મસૂત્ર' મુખ્ય હોવાથી તેની મહત્તા વધી જાય છે.
‘ઉપનિષદ્ માં રહેલી અંતર્ગત સંદિગ્ધતા, ‘વેદ'ના પૂર્વ (કર્મકાંડ) અને ઉત્તર (જ્ઞાનકાંડ) વચ્ચે કેટલીક દેખાતી અસંગતિઓ તથા અવૈદિક માન્યતાઓનું વધતું જતું બળ - આ ત્રણેના કારણે ‘ઉપનિષદ્'ની વિચારણાને વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી, જે બ્રહ્મસૂત્ર' રૂપે પ્રાપ્ત થાય છે. બ્રહ્મસૂત્ર'નાં કુલ ૫૫૫ સૂત્રોમાં વેદાંતના સિદ્ધાંતોનું સંક્ષેપમાં નિરૂપણ છે. આ બ્રહ્મસૂત્રો ચાર અધ્યાયોમાં વહેંચાયેલાં છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. પ્રથમ ‘સમન્વયાધ્યાય'માં બ્રહ્મ વિષેનાં વિવિધ વૈદિક કથનોનો મેળ કરવામાં આવ્યો છે, એટલે તે “સમન્વય' કહેવાય છે. બીજા ‘અવિરોધાધ્યાય'માં સ્મૃતિ, તકદિના સંભવિત વિરોધનો પરિહાર કરી બ્રહ્મમાં તેનો અવિરોધ દર્શાવ્યો છે. બ્રહ્મ સત્ય છે એ સિદ્ધાંતની સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓનો ઉત્તર તેમાં આપેલો છે, તેથી તે “અવિરોધ' કહેવાય છે. અન્ય દર્શનોનું તેમાં ખંડન કરીને વેદાંતનું ખંડન કરેલ છે. ત્રીજા ‘સાધનાધ્યાય'માં વેદાંતસમ્મત સાધનોનું નિરૂપણ છે. એમાં બ્રહ્મવિદ્યા મેળવવાના માર્ગો અને સાધનો દર્શાવેલાં છે, તેથી તે ‘સાધન' કહેવાય છે. ચોથા 'ફલાધ્યાય'માં પરાવિદ્યાના ફળનું નિરૂપણ છે. આમાં બ્રહ્મજ્ઞાનનાં ફળની ચર્ચા છે, તેથી તે “ફળ' કહેવાય છે. જીવાત્મા કેવી રીતે બહ્મમય બને છે, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org