________________
૬૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનુસાર કર્મના નિયમ વડે પરમાણુઓ ગતિશીલ બને છે, તેથી જીવાત્માઓનાં કર્મફળ-ભોગની વ્યવસ્થા કરવા માટે સંસારનો સ્વીકાર થઈ જાય છે.
મીમાંસા દર્શનના મત પ્રમાણે આ જગત સત્ય છે તથા અનાદિ-અનંત છે. જગતની ન તો ઉત્પત્તિ થાય છે કે ન તો લય થાય છે. સૃષ્ટિ તથા પ્રલયનો ક્રમ તેને માન્ય નથી. મીમાંસક મત પ્રમાણે સંસાર ત્રણ તત્ત્વોનો બન્યો છે – ૧) ભોગાયતન - એટલે આ શરીર, જેમાં રહી આત્મા પોતાનાં પૂર્વકર્મોનાં સુખદુ:ખરૂપ ફળને ભોગવે છે. ૨) ભોગસાધન - એટલે જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય, જે સુખ-દુ:ખનાં ભોગસાધન છે, તે દ્વારા આત્મા સુખ-દુઃખ ભોગવે છે. ૩) ભોગવિષય - એટલે બાહ્ય વસ્તુઓ જેનો ઉપભોગ આત્મા કરે છે.
મીમાંસા દર્શન વેદવાક્યમાં પ્રત્યક્ષ કરતાં પણ અસીમ શ્રદ્ધા ધરાવે છે, તેથી પ્રત્યક્ષ જગત ઉપરાંત તેઓ સ્વર્ગ, નરક, અદષ્ટ આદિ અનેક તત્ત્વોનો સ્વીકાર કરે છે. (૩) ઈશ્વર વિષે વિચાર
મહર્ષિ જૈમિનિએ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. સૃષ્ટિના સર્જક તથા કર્મફળદાતા એવા કોઈ ઈશ્વરને આ દર્શનમાં સ્થાન નથી. જગત અને તેમાં જણાતી કર્મફળની વ્યવસ્થા કોઈ નિત્ય અને સર્વજ્ઞ એવા કર્તાએ કરેલી નથી. કર્મફળની વ્યવસ્થા તથા સૃષ્ટિના સંબંધમાં મીમાંસા દર્શન શું કહે છે તે જોઈએ – ૧) કર્મફળ વ્યવસ્થા - મીમાંસકો માને છે કે કર્મ પોતાની મેળે જ ફળે છે, તેથી કર્મનું ફળ આપનાર કોઈ ઈશ્વર જેવું તત્ત્વ છે એમ માની લેવાની જરૂર નથી. આ બાબતના વિશેષ સ્પષ્ટીકરણ માટે મીમાંસકોને માન્ય એવો ‘અપૂર્વ (unseen potency)નો સિદ્ધાંત સમજવો જરૂરી છે.
કાર્ય-કારણના સંબંધને સમજાવતાં મીમાંસકો એક નવીન દૃષ્ટિકોણ અપનાવે છે. તેમના મત પ્રમાણે કાર્યની ઉત્પત્તિ માટે કારણ ઉપરાંત એક વધારાનું ‘શક્તિ' નામનું તત્ત્વ માનવું જરૂરી છે. બીજમાંથી અંકુર ફૂટે છે, પરંતુ બીજમાંથી અંકુર ફૂટવાની જે શક્તિ છે તેનો જ જો કોઈ કારણસર નાશ થાય તો પછી ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેમાંથી કાંઈ અંકુર ફૂટતો નથી. જ્યાં સુધી બીજમાં આ શક્તિ છે ત્યાં સુધી જ બીજમાંથી અંકુર ફૂટી શકે છે, અન્યથા નહીં.
કર્મફળપ્રાપ્તિનો નિયમ કુદરતી નિયમ જેવો છે. કર્મમાંથી ફળ નિપજાવવાનું બીજ સ્વયં કર્તામાં જ હોવું જોઈએ. આજે યજ્ઞ કરવામાં આવે તો તેનું ફળ કાંઈ તાત્કાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org