________________
૬૩)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ પ્રત્યક્ષનો વિષય બની શકે છે. જ્યારે આવા વિષયનો કોઈ ઇન્દ્રિય જોડે સંયોગ થાય છે ત્યારે તે વિષયનું જ્ઞાન આત્માને થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનની પ્રથમ અવસ્થા નિર્વિકલ્પ પ્રત્યક્ષની છે, જેમ કે આ કંઈક છે; અને બીજી અવસ્થા પૂર્વાનુભવને આધારે વિષયનું સ્વરૂપ નક્કી થયા પછીની એવી સવિકલ્પ પ્રત્યક્ષની છે, જેમ કે આ ગાય છે. (૨) અનુમાન પ્રમાણ
મીમાંસકોનો અનુમાન વિષેનો મત લગભગ ન્યાયસમ્મત હોવાથી અહીં વિગતવાર ચર્ચા કરી નથી. વ્યાપ્તિ અંગેનાં મંતવ્ય, અનુમાનના પાંચ અવયવો વગેરે સર્વ ન્યાય-વૈશેષિક દર્શન સાથે સામ્ય ધરાવે છે. (૩) ઉપમાન પ્રમાણ
મીમાંસકોના મત મુજબ ઉપમાન એટલે જ્યારે પ્રથમ જોયેલી વસ્તુ જેવી જ બીજી વસ્તુ જોવામાં આવે ત્યારે એમ માનવામાં આવે કે પ્રથમ જોયેલી વસ્તુ તે આ પ્રત્યક્ષ વસ્તુ સમાન છે તે ઉપમાન. મીમાંસકોના મત અનુસાર ઉપમાન એ પ્રત્યક્ષ નથી, કારણ કે નીલગાય જોતી વખતે પૂર્વે જોયેલી ગાય તે સમયે પ્રત્યક્ષ થતી નથી. તે સ્મૃતિજન્ય જ્ઞાન પણ નથી, કારણ કે તે ગાયનું પૂર્વજ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થયેલું, પણ તે અત્યારે જોયેલ નીલગાય જેવી હશે તેવું તે સમયે જ્ઞાન ન હતું. તે અનુમાન પણ નથી, કારણ કે અહીં ‘બધા પદાર્થો પોતાના પદાર્થો જેવા હોય છે', આ પ્રકારનું વ્યાપ્તિવાક્ય પણ મળતું નથી. કોઈએ આ પ્રકારનું સાદશ્યજ્ઞાન આપ્યું ન હોવાથી તે આપ્તવચન પણ નથી. તે શબ્દપ્રમાણ પણ નથી. મીમાંસકો આ પ્રમાણે ઉપમાનને સ્વતંત્ર પ્રમાણ માને છે. વેદની અંદરના કેટલાક યજ્ઞયાગોનાં અંગો જાણવા અર્થે આ પ્રમાણનો ઉપયોગ થાય છે. જે યજ્ઞયાગોનાં અંગ-ઉપાંગો વેદમાં પ્રત્યક્ષ કહેલાં ન હોય ત્યાં તે જાણવા માટે આ પ્રમાણની જરૂર રહે છે એમ મીમાંસકો માને છે. (૪) શબ્દપ્રમાણ
વેદનું પ્રામાણ્ય ઠરાવવાનું હોવાથી મીમાંસા દર્શનમાં શબ્દપ્રમાણનું ખૂબ મહત્ત્વ છે. પ્રત્યક્ષ આદિ દ્વારા જે સ્વર્ગાદિ અલૌકિક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એ વિષયોના સંબંધમાં અપૌરુષેય એવા વેદો જ પ્રમાણ છે. આને જ શબ્દનિત્યવાદી મીમાંસકોએ “શબ્દપ્રમાણ' નામ આપેલ છે. આસ્તિક દર્શનો જેમ વેદના અપૌરુષેયત્વને માને છે, તેમ મીમાંસકોના મત પ્રમાણે પણ વેદ અનાદિ અને અપૌરુષેય છે, પરંતુ તે ભિન્ન અર્થમાં. વેદ ઈશ્વરરચિત છે, માટે અનાદિ અને અપૌરુષેય છે એમ નહીં, પરંતુ વાસ્તવિક શબ્દ, નિત્ય હોવાથી સ્વાભાવિક છે. વેદ મૂળભૂત નિત્ય શબ્દોનો ભંડાર છે. લખાયેલા કે બોલાયેલા વેદના શબ્દો તો માત્ર નિત્ય વેદના પ્રકાશરૂપ છે. વેદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org