________________
પૂર્વ મીમાંસા દર્શન
(I) પ્રાસ્તાવિક
(૧) દર્શન પરિચય
મીમાંસા' શબ્દનો અર્થ છે કોઈ પણ વસ્તુના સ્વરૂપને પામવા માટેની વિચારણા. વેદમાં સમાયેલા જ્ઞાનકાંડ અથવા બહ્મકાંડના તાત્પર્યનિર્ણય માટે જે દર્શન રચાયું તેને બહ્મ મીમાંસા અથવા ઉત્તર મીમાંસા કહે છે, જ્યારે વેદમાં સમાયેલા યજ્ઞકાંડ અથવા કર્મકાંડના તાત્પર્યનિર્ણય માટે જે દર્શન રચાયું તેને કર્મ મીમાંસા અથવા પૂર્વ મીમાંસા કહે છે. પૂર્વ મીમાંસાને સંક્ષેપમાં ‘મીમાંસા' અને ઉત્તર મીમાંસાને ‘વેદાંત' કહે છે. મીમાંસાનો મુખ્ય ઉદ્દેશ છે - કર્મકાંડને ટેકો આપવો, વૈદિક વિધિ-નિષેધોનો અર્થ સમજાવવો, તે માટે વ્યાખ્યાપ્રણાલી નક્કી કરવી અને કર્મકાંડના મૂળ સિદ્ધાંતને તર્કયુક્તિ વડે સ્થાપી વ્યવસ્થિત શાસ્ત્ર રચવું.
મહર્ષિ જૈમિનિનું પૂર્વ મીમાંસા' મુખ્યત્વે યજ્ઞયાગની પદ્ધતિ છે. ક્રિયાકાંડના હેતુસર વૈદિક મંત્રોના અર્થઘટનના નિયમો સ્થાપિત કરવા એ પૂર્વ મીમાંસાનો મુખ્ય પ્રયત્ન છે. મોક્ષના માર્ગ તરીકે કર્મ ઉપર તે ભાર મૂકે છે. યજ્ઞ એ જ સર્વોત્તમ કર્મ છે અને મનુષ્યનું લક્ષ્ય સ્વર્ગપ્રાપ્તિ છે એવા મીમાંસાના મતની જો કે કેટલાંક ઉપનિષદોએ ટીકા કરી છે, છતાં ‘ઇશાવાસ્ય' જેવા ઉપનિષદમાં જ્ઞાનકર્મના સમુચ્ચયનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. મીમાંસાએ પ્રતિસ્પર્ધી દર્શનોનું ખંડન કરી કર્મકાંડને ટેકો આપ્યો છે. તેનું મુખ્ય સૂત્ર છે - ‘ચાવMી વેત મનિટોત્ર જુદુચાત્' અર્થાત્ જ્યાં સુધી જીવો ત્યાં સુધી રોજ અગ્નિહોત્ર કર્યા કરો. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
મીમાંસા દર્શનનાં સૂત્રોનું ગૂંથન કરનાર સૂત્રકાર મહર્ષિ જૈમિનિ હતા. તેમનો નિશ્ચિત કાળ મળતો નથી. પરંતુ ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ વચ્ચે તેઓ થઈ ગયા હોવાનું મનાય છે. કેટલાકના મત પ્રમાણે તેઓ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયા. મહર્ષિ જૈમિનિ મીમાંસા દર્શનના પ્રથમ પ્રવર્તક જણાતા નથી, કારણ કે તેમની પહેલાં શ્રી બાદરાયણ, શ્રી બાદરિ, શ્રી ઐતિશાયન, શ્રી કષ્ણજિનિ, શ્રી આત્રેય, શ્રી ઔડુલૌમી, શ્રી કામુકાયન આદિ આચાર્યો થઈ ગયા છે, જેમનાં નામો બહ્મમીમાંસાસૂત્રમાં તેમજ જૈમિનીય સૂત્રોમાં આવે છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર પૂર્વ ૧- વેદોના પૂર્વભાગ, એટલે કે એના કર્મકાંડ વિષેની વિચારણા પૂર્વ મીમાંસામાં છે. ફક્ત કાળક્રમની ગણતરીએ જ નહીં, વિકાસની દૃષ્ટિએ પણ પૂર્વ મીમાંસા દર્શન ઉત્ત૨ મીમાંસા દર્શન કરતાં પહેલું આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org