________________
ષડ્રદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૦૧ ક્રિયા ઉપરથી થાય છે. જોવું એ એક પ્રકારની ક્રિયા છે અને આંખ તે ક્રિયાનું સાધન હોવાથી તેના હોવાપણાનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે. પૂર્વવતુ અનુમાનમાં હેતુ (ધુમાડો) તથા સાધ્ય (અગ્નિ) વચ્ચે નિશ્ચિત વ્યાપ્તિ સંબંધ છે, જ્યારે સામાન્યતઃ દૃષ્ટ અનુમાનમાં ઇન્દ્રિય તથા તેની ક્રિયાનો નિશ્ચિત વ્યાપ્તિ સંબંધ કદાપિ જણાતો નથી. ૨) અવીત અનુમાન – શબ્દ એ ગુણ છે એવું અનુમાન કેવી રીતે કરી શકાય? તો એનો જવાબ એ છે કે શબ્દ એ દ્રવ્ય, કર્મ, સામાન્ય, સમવાય, વિશેષ કે અભાવ નથી; માટે જરૂર છે બાકી વધે તે ગુણ હોવો જોઈએ. વિકલ્પો તપાસતાં અને તેને નકારતાં બાકી વધે તે સાચું એમ અનુમાન થાય છે. વ્યતિરેકના આધારે કરાતું અનુમાન તે અવીત અનુમાન છે. (૩) શબ્દપ્રમાણ
અનુમાન કે પ્રત્યક્ષ દ્વારા જે વિષયનું જ્ઞાન થતું નથી, તેનું જ્ઞાન આપ્તવચન કે શબ્દપ્રમાણ દ્વારા થાય છે. વિશ્વસ્ત અને હિતૈષી પુરુષ દ્વારા રજૂ થયેલ વાક્યને પ્રમાણ માનવામાં આવે છે. વાક્યબોધ થવા માટે શબ્દની જરૂર રહે છે. જેનાથી અર્થ નિષ્પન થાય અને જે કોઈ વસ્તુના સંદર્ભમાં વપરાય તે શબ્દ છે. શબ્દ બે પ્રકારના છે - લૌકિક અને વૈદિક. ૧) લૌકિક - સાધારણ અને વિશ્વાસપાત્ર વ્યક્તિઓનાં વચનને લૌકિક કહેવાય છે. લૌકિક વચનો પ્રત્યક્ષ તથા અનુમાન ઉપર આધારિત હોવાથી સાંખ્ય દર્શન તેને પ્રમાણની કોટિમાં મૂકતું નથી. વૈદિક શબ્દ જ માત્ર પ્રમાણિત છે. ૨) વૈદિક – જે ઇન્દ્રિયાતીત જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા મળવું અશક્ય છે, તે જ્ઞાન અપૌરુષેય એવાં વેદનાં વાક્યો દ્વારા મળે છે એવો સાંખ્યમત છે. સાંખ્યમત મુજબ વેદ ઈશ્વરની રચના નથી અને એથી તેને “અપૌરુષેય' કહે છે. વેદવાક્યનો અર્થ સ્વતઃ પ્રમાણ છે. તે ભૂલ કે દોષથી રહિત છે, કારણ કે તે અપૌરુષેય છે.
(III) તત્ત્વમીમાંસા
કાર્ય-કારણમીમાંસા
સાંખ્ય દર્શનની તત્ત્વમીમાંસાની વિચારણા કરતાં પહેલાં જગતના મૂળ કારણ અંગેની તથા કારણ-કાર્ય સંબંધ અંગેની તેની માન્યતાઓ જોઈએ. ન્યાય દર્શન અસતુકાર્યવાદનો સ્વીકાર કરે છે. અસત્કાર્યવાદ મુજબ વસ્તુ ઉત્પન્ન થાય તે પહેલાં તેનો અભાવ હોય છે તથા તે નાશ પામે પછી તેનો અભાવ થાય છે, અર્થાત્ કારણમાં કાર્ય પ્રથમથી જ રહેલું નથી, પણ તે તદ્દન નવીન જ ઊપજ છે. આ બાબતમાં સાંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org