________________
પ૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
છે. બ્રહ્માના કાળના ૧૦૦ વર્ષ વીતી ગયા પછી પરમેશ્વરને એવી ઇચ્છા થાય છે કે સંસારચક્રમાં જોડાયેલાં બધાં પ્રાણીઓ થોડો સમય વિશ્રામ કરે. આ ઈશ્વરેચ્છા જ બહ્માને સૃષ્ટિક્રમમાંથી મુક્ત કરે છે અને સંસારને પોતામાં સમાવી દે છે. તે સમયે શરીર, ઇન્દ્રિય તેમજ મહાભૂતના પ્રવર્તકો એવા બધા આત્માઓના અદષ્ટ રોકાઈ જાય છે, અર્થાત્ અદષ્ટની વૃત્તિઓનો નિરોધ થાય છે અને આત્મા શરીરથી પૃથક થઈ જાય છે. શરીર તથા ઇન્દ્રિયોના પરમાણુઓ વીખરાઈને અલગ થઈ જાય છે. પ્રથમ પૃથ્વી, પછી જળ, પછી અગ્નિ અને અંતે વાયુ એમ બધાં કાર્યદ્રવ્યોનો નાશ થઈ જાય છે. સંસારમાં કોઈ વસ્તુ રહેતી નથી. આ અવસ્થાને પ્રલય કહે છે. સાંસારિક અનિષ્ટથી થાકેલા જીવો આ પ્રલયરાત્રિમાં પોતાને ભૂલી આરામ કરે છે. પરંતુ પ્રલયકાળમાં પણ મૂળ સત્તાનો વિનાશ થતો નથી. મૂળભૂત પરમાણુઓ તો જેમનાં તેમ જ રહે છે, કારણ કે તે અજર-અમર છે. પ્રલયકાળમાં આત્માઓનો નાશ થતો નથી. તેઓ પોતપોતાના ધર્માધર્મ સંસ્કારયુક્ત બની રહે છે. અદૃષ્ટની ગતિ કુંઠિત થવાથી તે સ્તબ્ધ-નિશ્ચષ્ટ બની પડી રહે છે. દિક, આકાશ, કાળ વગેરેનું અસ્તિત્વ પ્રલયકાળમાં રહે છે.
પ્રલયકાળમાં વિશ્રામ કરી લીધા પછી પરમેશ્વરને ફરી સૃષ્ટિરચનાની ઇચ્છા થાય છે અને આવી ઇચ્છાનો પ્રાદુર્ભાવ થતાં જ બધી સુષુપ્ત શક્તિઓ જાગી ઊઠે છે. સૃષ્ટિસર્જનનો પ્રારંભ થાય છે. સર્વ પ્રથમ વાયુનાં પરમાણુઓમાં સ્પંદન થઈ પરસ્પર સંયોગ થાય છે અને યણક, વ્યણુક વગેરે બને છે. ઉત્તરોત્તર જળ - મહાસમુદ્ર, તેજ - તેજપુંજ, પૃથ્વી - ધરાતલ વગેરેનું નિર્માણ થાય છે. આમ, ચારે મહાભૂત ફરીથી આવિર્ભાવ પામે છે ત્યારે પરમેશ્વરના ધ્યાનમાત્રથી તેજ તથા પૃથ્વીનાં પરમાણુ મળી એક મહાન અંડરૂપ બને છે, જેને હિરણ્યગર્ભ કહે છે. આ હિરણ્યગર્ભમાંથી ચતુર્મુખ બહ્મા નીકળે છે અને તે પછી સૃષ્ટિના કાર્ય માટે પ્રવૃત્ત બને છે. ટૂંકમાં આ સૃષ્ટિનાં સર્જન અને સંહારની પ્રક્રિયામાં ઈશ્વરાત્મા અથવા મહેશ્વરની ઇચ્છાને પ્રેરક હેતુ માનવામાં આવેલ છે અને સૃષ્ટિનું ઉપાદાનકારણ પરમાણુઓને માનેલ છે.
(IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
શ્રી કણાદ મુનિ મોક્ષની પરિભાષા આપતાં કહે છે કે અદૃષ્ટનો અભાવ, અર્થાત્ કર્મચક્રની ગતિનો અંત થવાથી આત્માનો શરીર સાથેનો સંબંધ વિચ્છેદ પામે છે. જન્મમરણની ઘટમાળનો અંત આવવાથી બધા પ્રકારનાં દુઃખોથી જીવાત્મા હંમેશને માટે છૂટકારો મેળવે છે. એને મોક્ષ અથવા મુક્તિ કહે છે. ૨૧ પ્રકારનાં દુઃખોનો આત્યંતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org