________________
૫૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
૨) નૈયાયિકોના મત પ્રમાણે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે કે ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે.
-
૩) નૈયાયિકોના મત અનુસાર આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. મૂળ જડ સ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તો પછી આત્માનો જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે અને આત્મા સર્વગત ન હોય તો વિવિધ દિશાઓ અને દેશોમાં રહેલાં પરમાણુસમૂહની સાથે એનો યુગપત્ સંયોગ ન સંભવે અને એ પ્રમાણેનો સંયોગ અસંભવિત હોય તો શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય, માટે આત્મા સર્વવ્યાપક છે એમ તેમનું કહેવું છે.
કેટલાક દાર્શનિકો આત્માને અણુપરિમાણ માને છે, કેટલાક દાર્શનિકો આત્માને દેહપરિમાણ માને છે અને કેટલાક તેને સર્વવ્યાપી (વિભુ) માને છે. ન્યાય દર્શન માને છે કે આત્મા નિરવયવ અને વિભુ છે તથા નિત્ય છે. ન્યાયમત અનુસાર આત્મા અણુપરિમાણ નથી. અણુપરિમાણાત્મક વસ્તુનું અને તેના ગુણોનું પ્રત્યક્ષ જ્ઞાન સંભવે નહીં. આ કારણે જ પરમાણુ અને તેના રૂપ વગેરે ગુણો પ્રત્યક્ષગોચર નથી, પરંતુ ‘હું સુખી છું', ‘હું જાણું છું' વગેરે પ્રતીતિઓમાં માનસપ્રત્યક્ષ દ્વારા આત્મા અને તેના ગુણોનું જ્ઞાન થાય છે. આથી આત્મા અણુપરિમાણ નથી, પણ વિભુ છે એમ માનવું ઉચિત છે. વળી, શરીર જુદે જુદે સ્થાને જતાં તે તે સ્થાને આત્મગુણોની ઉત્પત્તિ આત્માને સર્વવ્યાપી પુરવાર કરે છે. વળી, યોગી અનેક શરીરો નિર્માણ કરી એક જ વખતે તે બધાં શરીરોમાં સુખ વગેરે ભોગવે છે. આત્માને વિભુ માન્યા વિના આ શક્ય નથી. વળી, સ્થળ-કાળની દૃષ્ટિએ જોતાં તે અસીમ છે, આથી તે વિભુ છે. આત્માની ઉત્પત્તિ કે નાશ થતો નથી, આથી તે નિત્ય છે.
(૨) વિશ્વ વિષે વિચાર
ન્યાય દર્શન બાહ્યાર્થવાદને સ્વીકારે છે. તેના મત પ્રમાણે ભૌતિક વસ્તુઓ અને તેના ગુણ સત્ય છે. તે ક્ષણિક નથી પણ સ્થાયી છે. દ્રવ્ય સત્ય છે અને નિરંતર રહે છે. ગુણોથી તેનું અસ્તિત્વ ભિન્ન છે. જગતને જાણી શકાય છે. જીવાત્મા તેનો શાતા છે. ઈશ્વર જગતના સ્રષ્ટા છે. ઈશ્વરે નિત્ય પરમાણુઓમાંથી જગતની રચના કરી છે. પરમાણુઓની ઉત્પત્તિ ઈશ્વરે કરી નથી. ઈશ્વર જગતનું નિમિત્તકા૨ણ છે. વિશ્વ અણુઓનું બનેલું છે. અણુઓ સનાતન છે, અવ્યય છે, અનાદિ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશના અણુઓ એકમેક સાથે મળવાથી વિશ્વની રચના થઈ છે.
જગતમાં જે પરિવર્તનો થાય છે તે કારણના નિયમ અનુસાર થાય છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org