________________
૫૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
અને કાર્ય સત્ છે. વેદાંતમત અનુસાર કારણ સત્ છે અને કાર્ય અસત્ છે. ન્યાય દર્શન તેમજ સાંખ્ય દર્શન બન્નેના મત અનુસાર કારણ અને કાર્ય અને સત્ છે, પરંતુ તે બન્ને દર્શનના મતમાં તફાવત છે. ન્યાય દર્શન મુજબ ક્રિયા થાય તે પહેલાં કાર્ય હાજર હોતું નથી, જ્યારે સાંખ્ય દર્શન અનુસાર કાર્ય અને કારણ બને સહઅસ્તિત્વ ધરાવે છે. કારણ-કાર્ય સંબંધ વિષે સાંખ્ય દર્શન અને ન્યાય દર્શનમાં મતભેદ હોવાથી તેના જગત-ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતો તેમજ તેની તત્ત્વમીમાંસા ઉપર પણ એની અસર થઈ છે.
ન્યાય દર્શન અસત્કાર્યવાદ અથવા પ્રારંભવાદમાં આસ્થા ધરાવે છે, તેના મત પ્રમાણે કાર્ય' પ્રથમથી જ કારણમાં અવ્યક્ત રૂપે રહેલું નથી, પરંતુ તે એક નવીન ઉત્પત્તિ છે. ઉત્પત્તિ એટલે જૂની વસ્તુમાંથી નવીન વસ્તુનું ઉત્પન્ન થવું તે. અસત્કાર્યવાદના સ્થાપન અર્થે ન્યાય દર્શન કેટલીક દલીલો કરે છે – ૧) જો કાર્ય તેની ઉત્પત્તિ પૂર્વે કારણમાં રહેતું હોત તો પછી નિમિત્તકારણની કશી જરૂર જ રહેતી નથી. માટીમાં ઘડો પ્રથમથી જ રહેલો હોય તો પછી કુંભાર કે તેના ઓજારોની જરૂર રહેતી નથી. પરંતુ અનુભવ દ્વારા એમ કહી શકાય છે કે પ્રત્યેક કારણમાંથી કાર્ય નિર્માણ કરવા માટે નિમિત્તકારણની જરૂર રહે છે. આથી સાબિત થાય છે કે કાર્ય તેની ઉત્પત્તિ થયા પહેલાં કારણમાં રહેલું હોતું નથી. ૨) જો કાર્ય તેની ઉત્પત્તિ પૂર્વે કારણમાં રહેતું હોત તો કાર્યની ઉત્પત્તિ થયા પછી આ ઉત્પન્ન થયું', “કાર્ય ઉત્પન્ન થયું' વગેરે વિધાનો તદન અર્થહીન નીવડત. પરંતુ આ પ્રકારના વાક્યપ્રયોગ થાય છે. તે સાબિત કરે છે કે કાર્ય ઉત્પત્તિ પહેલાં કારણમાં રહેલું હોતું નથી. ૩) જો કાર્ય તેની ઉત્પત્તિ પહેલાં કારણમાં રહેલું હોત તો કારણ અને કાર્ય વચ્ચે કોઈ ભેદ પાડવો મુશ્કેલ પડત. પરંતુ અનુભવ દ્વારા કહી શકાય છે કે કારણ અને કાર્ય બને ભિન્ન છે. માટી તથા ઘડો બન્ને એક નથી. બન્ને વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ છે. આમ, કાર્યની સત્તા કારણમાં નથી. ૪) જો કાર્ય વસ્તુતઃ કારણમાં રહેતું હોત તો “કારણ અને કાર્ય માટે એક જ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા, પરંતુ બન્ને માટે અલગ અલગ શબ્દપ્રયોગ થાય છે. તે બતાવી આપે છે કે કાર્ય કારણમાં અંતર્ભત નથી. ૧- સાંખ્યમત મુજબ ઉત્પત્તિ એટલે વસ્તુના એક પાસામાંથી બીજા પાસાનો વિકાસ અથવા ઉત્ક્રાંતિ. બૌદ્ધમત મુજબ ઉત્પત્તિ એટલે અભાવ(શૂન્ય)માંથી વસ્તુ ઉત્પન્ન થવી તે. વેદાંતમત મુજબ ઉત્પત્તિ માત્ર માનસિક ખ્યાલ જ છે, ક્રિયા કે પરિણામ તો માત્ર વિવર્ત (આભાસ) છે. માયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org