________________
ગાથા-૧૨૯
ન કરે તો ભવિષ્યમાં પણ અનંત દુઃખ ભોગવવું પડશે. આત્મબ્રાંતિના ગર્ભમાં અનંત નરક અને નિગોદની અસીમ ક્લેશપરંપરા રહેલી છે.
જીવને આવો આત્મભ્રાંતિરૂપ મહાવ્યાધિ લાગુ પડ્યો છે. આ આત્મભ્રાંતિરૂપ રોગ અનાદિ કાળથી પ્રવાહપણે ચાલ્યો આવતો હોવાથી આ રોગની અસર ખૂબ જ ઊંડી અને બળવત્તર છે, છતાં પણ યોગ્ય ચિકિત્સા દ્વારા એ નિવૃત્ત થઈ શકે છે. રોગ ત્રણ પ્રકારના હોય છે – ૧) સુસાધ્ય – સહજ રીતે મટી જાય. ૨) કષ્ટસાધ્ય અથવા દુ:સાધ્ય – મટતા ખૂબ તકલીફ થાય, ઘણી મહેનતે મટે. ૩) અસાધ્ય – મટે જ નહીં.
આત્મભાાંતિરૂ૫ રોગ કષ્ટસાધ્ય છે, પણ અસાધ્ય નથી. આ રોગને જીવ સહેલાઈથી સમજી શકતો નથી, તેથી તેનાથી ઉત્પન્ન થતાં દુ:ખોના પ્રતિકાર માટે જીવ જે પણ ઉપાયો કરે છે, તે સર્વ નિષ્ફળ નીવડે છે. તે રોગ મટતો તો નથી, પરંતુ
ક્યારેક વકરે પણ છે. આત્મજાંતિરૂપ આત્મરોગની નિવૃત્તિ અર્થે સાચા ચિકિત્સક - નિપુણ, નિષ્ણાત સદ્દગુરુરૂપી વૈદ્યની આવશ્યકતા રહે છે. (૨) વૈદ્ય - સદ્દગુરુ
શારીરિક રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે અને મટે છે, તેમ આત્મભ્રાંતિરૂપ રોગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે અને મટી જાય છે. શારીરિક રોગની નિવૃત્તિ અર્થે જેમ કુશળ વૈદ્યને શોધવામાં આવે છે, તેમ આત્મભાંતિરૂપ રોગની નિવૃત્તિ અર્થે સદ્ગુરુરૂપી વૈદ્યનો આશ્રય કરવો ઘટે છે. વ્યવહારમાં જેમ નિષ્ણાત વૈદ્ય પાસે જવામાં આવે છે, તેમ અધ્યાત્મવિશ્વમાં સુજાણ સદ્ગુરુના શરણે જવું આવશ્યક છે. શ્રીમદ્ કહે છે -
જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.'
જે વાતની પોતાને ખબર ન હોય તે વાત તેના જાણકાર પાસેથી જાણવી જોઈએ. આ ન્યાય અનુસાર જીવે આત્મબ્રાંતિરૂપ રોગ નિર્મૂળ કરવાનો ઉપાય સુજાણ એવા સદગુરુરૂપી વૈદ્ય પાસેથી જાણવા યોગ્ય છે. જીવ આત્મભ્રાંતિરૂપી રોગથી મુક્તિની વિધિ જાણતો નથી. તે એનાં ગૂઢ રહસ્યોથી અજાણ છે. સદ્ગુરુ એ વિધિમાં માહિર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૭૧ (વ્યાખ્યાનમાર-૨, ૧૦-૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org