________________
પપ૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બીજ હોય તે એક ક્ષણે છોડને જન્મ આપે અને બીજી ક્ષણે તેમાં થોડી વૃદ્ધિ થાય છે. બીજી ક્ષણે તેની પહેલાંની ક્ષણ તો સમાપ્ત થઈ ગઈ હોય છે. એનો અર્થ એ થયો કે વિકાસની ક્રિયામાં કોઈ પણ બે ક્ષણો એક જેવી હોતી નથી. પ્રત્યેક ક્ષણ ભિન્ન છે અને ક્ષણે ક્ષણે ભિન્ન કાર્ય કરે છે. તેથી અસ્તિવાદ કે નાસ્તિવાદ બેમાંથી એકે સત્ય નથી. કેવળ પરિવર્તન જ સત્ય છે. મહાત્મા બુદ્ધના મત પ્રમાણે તત્ત્વ નિરંતર ગતિમાન અને પરિવર્તનશીલ છે. નિરંતર પરિવર્તન થાય છે, પણ સાથે સાથે જેનું પરિવર્તન થતું હોય એવો કોઈ પદાર્થ નથી. જેને પદાર્થ કહેવામાં આવે છે તે પ્રત્યેક કેવળ અક્કેકી ધારા છે. એકસરખી અનેક વસ્તુઓ કે ઘટનાઓની પરંપરા છે. અને એને વિષે સ્થિરતાના જે ખ્યાલ છે તે સર્વથા કલ્પિત છે. જગત એ અક્કેકો પ્રવાહ (સંતાન) છે. ઉદાહરણ તરીકે - ‘નિરંતર વહ્યું જતું પાણીનું ઝરણું' અથવા તો ‘જાતે પેદા થનારી અને જાતે જ બળીને હોલવાઈ જનારી જ્વાળા'. જેને ‘પદાર્થ' નામ આપવામાં આવે છે તે તો માત્ર એક સંતાનપ્રવાહ છે. નિરંતર ઉત્પાદન થયા કરે છે છતાં કોઈ નવી વસ્તુઓ પેદા થતી નથી, એટલે જગત એ જગતક્રિયારૂપ બની જાય છે. જગતક્રિયા (world process) એટલે ‘અવિરત ઉત્પાદ (ઉત્પત્તિ) અને વ્યય (વિનાશ)'. આખું જગત અથવા એમાંનો દરેક પદાર્થ આ ક્રિયાને આધીન છે. આ ક્રિયા જ ખરી વસ્તુ છે. (૩) ઈશ્વર વિષે વિચાર
જગતની દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે પોતાના કારણને આધીન છે, તેને ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. પ્રતીત્યસમુત્પાદવાદનો આ ફલિતાર્થ છે, તેથી મહાત્મા બુદ્ધ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. જગતનો કોઈ એક કર્તા તેમણે માન્યો નથી. સુખદુ:ખનું કારણ પોતાનાં કર્મો જ છે. કર્મફળદાતા એવા ઈશ્વરને માનવાની જરૂર નથી. મહાત્મા બુદ્ધ તો પોતાને કેવળ દુ:ખમુક્તિનો માર્ગ દેખાડનાર ગણે છે. માર્ગ ઉપર પથિકે પોતે જ ચાલવાનું હોય છે. તેણે પોતે જ પુરુષાર્થ કરવાનો હોય છે. મનુષ્ય પોતે જ પોતાનો તારણહાર છે, બીજું કોઈ તેને તારી શકતું નથી. મહાત્મા બુદ્ધ ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન જ બાજુ ઉપર મૂકી દીધો છે. ઈશ્વર છે કે નહીં એ પ્રશ્ન કરતાં આ સંસારરૂપી દુઃખમાંથી કેમ મુક્ત થવું એ પ્રશ્ન જ તેમને વધારે મહત્ત્વનો લાગ્યો અને એ મહાપ્રશ્નનો ઉત્તર દેવામાં તેમનો સઘળો ઉપદેશ સમાયેલો છે.
કેટલાક વિદ્વાનોના મત મુજબ મહાત્મા બુદ્ધ પોતે નિરીશ્વરવાદી ન હતા – ઈશ્વર નથી એમ કહેનારા ન હતા. એટલું જ નહીં પણ ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત જેઓ માનતા, તેમના તે સિદ્ધાંતને તેવો ને તેવો અખંડિત રહેવા દઈ, એ સિદ્ધાંતના અપરોક્ષ અનુભવ માટે જે સાધનની જરૂર છે એ સાધન તરફ તેમનું લક્ષ ખેંચતા હતા. સત્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org