________________
પપ૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ધર્મગ્રંથોમાં આ ચાર મતની ચર્ચા આવે છે. તેમાં પણ એ ગ્રંથોમાં જ્યારે સુગમત એવા સામાન્ય નામથી નિર્દેશ કરવામાં આવે છે ત્યારે સર્વાસ્તિવાદીનો નિર્દેશ થતો જણાય છે. સર્વાસ્તિવાદી એ થેરવાદીનું બીજું નામ છે, જેમાં વૈભાષિક તથા સૌત્રાંતિક શાખાઓ સમાય છે.
- બૌદ્ધ દર્શનની જે ચાર શાખાઓ પડી છે તેની પાછળ મુખ્યતઃ બે પ્રશ્નો રહેલા છે - i) અસ્તિત્વ સંબંધી તથા ii) જ્ઞાન સંબંધી. i) અસ્તિત્વ સંબંધી પ્રશ્ન એ છે કે કયા પ્રકારની સત્તા(reality)નું અસ્તિત્વ છે? માનસિક અથવા બાહ્ય કોઈ વસ્તુ છે કે કેમ? વૈભાષિકો તથા સૌત્રાંતિકો એમ માને છે કે માનસિક તથા બાહ્ય બધી વસ્તુઓ સત્ય છે, યોગાચારમતવાદીઓ માત્ર માનસિક અવસ્થાઓને સત્ય માને છે અને બાહ્ય પદાર્થોનાં અસ્તિત્વનો ઇન્કાર કરે છે. માધ્યમિકો અનુસાર માનસિક કે બાહ્ય કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી, બધું શૂન્ય છે. ii) જ્ઞાન સંબંધી પ્રશ્ન એ છે કે બાહ્ય વસ્તુઓનાં જ્ઞાન માટે શું પ્રમાણ છે? વૈભાષિકોનું માનવું છે કે બાહ્ય વસ્તુઓનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે, જ્યારે સૌત્રાંતિકોનું માનવું છે કે બાહ્ય વસ્તુઓનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા નહીં પણ અનુમાન દ્વારા થાય છે. યોગાચારો તથા માધ્યમિકો બાહ્ય વસ્તુઓની સત્તા સ્વીકારતા જ નથી. આમ, બૌદ્ધ દર્શનની ચાર મુખ્ય શાખાઓ “અસ્તિત્વ તથા જ્ઞાનના પ્રશ્નના વિભિન્ન ઉત્તરો આપે છે. (i) વૈભાષિક (બાહ્યપ્રત્યક્ષવાદ) – આ સંપ્રદાયનો સર્વમાન્ય ગ્રંથ “અભિધર્મ જ્ઞાન પ્રસ્થાન' છે. મહાત્મા બુદ્ધના નિર્વાણના આશરે ૩૦૦ વર્ષ પછી આ ગ્રંથની રચના થઈ હતી. રાજા કનિષ્કના સમયમાં જ્યારે ચોથી બૌદ્ધ સંગીતિ મળી ત્યારે આ ગ્રંથ ઉપર ‘અભિધમ વિભાષા શાસ્ત્ર' નામે એક ભાષ્ય ગ્રંથની રચના થઈ. આ વિભાષા ગ્રંથના આધારે જ આ સંપ્રદાય “વૈભાષિક' કહેવાય છે. બુદ્ધનિર્વાણ પછી ત્રીજી સદીમાં કાશ્મીરમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતના પ્રતિષ્ઠાતા (ઈ.સ.ની ત્રીજી સદી) આચાર્યશ્રી વસુબંધુરચિત “અભિધર્મ કોશ’ એ કાશ્મીર વૈભાષિકોની પરમ આદરણીય, પ્રામાણિક તથા મૌલિક રચના ગણાય છે. (આચાર્યશ્રી વસુબધુ પોતે જીવનના પ્રારંભકાળમાં વૈભાષિક હતા, પરંતુ પાછળથી પોતાના મોટાભાઈ અસંગના ઉપદેશતળે તેઓ ૧- ઉપર જણાવેલા ચાર દાર્શનિક મતોમાંથી પ્રથમ બે, એટલે કે વૈભાષિક તથા સૌત્રાંતિક તે બૌદ્ધ ધર્મની હીનયાન શાખામાંથી અને યોગાચાર તથા માધ્યમિક તે બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાંથી પ્રતિપાદિત થયેલા છે. અહીં એ વાતનું સ્મરણ રાખવું આવશ્યક છે કે હીનયાન તથા મહાયાન અંતર્ગત બીજી અનેક શાખાઓ પણ છે. હીનયાનની મુખ્ય ૨૧ શાખાઓ તથા મહાયાનની મુખ્ય ૮ શાખાઓ છે. જાપાનમાં મહાયાનની ૨૫ જેટલી જુદી જુદી શાખાઓ થઈ, જેમાં ઝેન તથા નિચિરેન વધુ જાણીતી છે. તેમાં પણ ઝેન શાખા વધુ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org