________________
ષદર્શનપરિચય ચાર્વાકદર્શન
૫૧૩
છે કે જેનો કોઈ અર્થ જ તારવી શકાય તેમ નથી. વળી, તેમાં પરસ્પર વિરોધી દલીલો પણ આવે છે. ચાર્વાક દર્શન માને છે કે વેદ ઈશ્વરરચિત નથી, કારણ કે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. ધૂર્ત બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે આ બધું તૂત ચલાવ્યું છે. આથી માત્ર પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે.
(III) તત્ત્વમીમાંસા
વિશ્વનાં મૂળ તત્ત્વોના સંબંધમાં ચાર્વાકદર્શનનો મત તેના પ્રમાણ સંબંધી વિચારો ઉપર આધારિત છે. ચાર્વાકમતવાદીઓ માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનતા હોવાથી તેઓ માત્ર તે જ વસ્તુઓની સત્તા સ્વીકારે છે કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય છે. ભૂતદ્રવ્ય જ એકમાત્ર સદ્રવ્ય છે, કારણ કે તે દેખાય છે. આત્મા, જન્માન્તર, સ્વર્ગ, જીવની નિત્યતા, ઈશ્વર, કર્મના નિયમો આદિ વિષયોનો તેઓ સ્વીકાર કરતા નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. તેઓ જડવાદનું પ્રતિપાદન કરે છે, કારણ કે તેમના મત અનુસાર જડ જ એકમાત્ર તત્ત્વ છે. અનુમાનપ્રમાણ તથા શબ્દપ્રમાણનો અસ્વીકાર કરતા હોવાથી પરોક્ષ વસ્તુઓનો તેઓ સ્વીકાર કરતા નથી, તેથી ચાર્વાક દર્શન પ્રત્યક્ષવાદી કહેવાય છે. ચાર્વાકમતની તત્ત્વમીમાંસા કરતાં ત્રણ વિષયોની ચર્ચા આવશ્યક બને છે (૧) આત્મા વિષે વિચાર
-
ચાર્વાકમત અનુસાર પ્રત્યક્ષ બે પ્રકારનાં હોય છે પ્રત્યક્ષ દ્વારા આંતરિક ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ચૈતન્ય પ્રત્યક્ષ થાય છે. ચાર્વાકમતવાદીઓ સ્વીકારે છે કે ચૈતન્યનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે, પરંતુ તેઓ એમ નથી માનતા કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે.૧ ચાર્વાકમત માટે “ભૂત ચૈતન્યવાદ’ એવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે, કારણ કે ચાર્વાક દર્શન ‘ચૈતન્ય'ને અભૌતિક એવા આત્મતત્ત્વના ગુણ તરીકે માનતું નથી. તે કહે છે કે ‘હું લંગડો છું', ‘હું ભૂખ્યો છું', ‘હું પાતળો છું'; એવાં વિધાનો શરીર અને આત્માની એકતા પ્રમાણિત કરે છે. લંગડાપણું, પાતળાપણું વગેરે શરીરના ધર્મો છે, માટે આત્મા દેહથી ભિન્ન ચૈતન્યવિશિષ્ટ નથી. જો આત્મતત્ત્વ શરીરથી ભિન્ન હોત તો ઉપર્યુક્ત વિધાનો નિરર્થક ઠરત. આથી ચાર્વાક દર્શન ‘દેહાત્મવાદી’ કે ‘ભૂતાત્મવાદી’ પણ કહેવાય છે.
Jain Education International
બાહ્ય તથા માનસ. માનસ
આંતિરક ભાવોના જ્ઞાનથી
અહીં કોઈ કદાચ એવી શંકા ઉઠાવે કે જડ તત્ત્વમાં ચૈતન્યની હાજરી કેમ સંભવે, કારણ કે તે તો બન્ને વિરુદ્ધધર્મી છે. તેના ઉત્તરમાં ચાર્વાકમતવાદીઓ જણાવે છે કે ૧- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા ચૈતન્યવિશિષ્ટવૈદ વાત્મા ।'
For Private & Personal Use Only
www.jainelibrary.org