________________
ભારતીય દર્શન
(I) દર્શન પરિચય
તત્ત્વચિંતન કે દર્શનવિદ્યાનું ઉત્પત્તિસ્થાન માનવ છે. પોતાની જિજ્ઞાસા સંતોષવાની શક્તિ ચિંતનશીલ મનુષ્યને સ્વભાવથી જ અપરિમિતરૂપે વરેલી છે અને તેથી જ્યારે કોઈ નવો વિષય તેની સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે તે પોતાનાં સુખ-સગવડની અને ક્યારેક તો જીવનની પણ પરવા કર્યા વિના તે વિષય અંગેની ઊંડી સમજ મેળવવા, તેના રહસ્યની શોધ કરવા પ્રવૃત્ત થાય છે અને પોતાની એકધારી અડગ ધૂન તથા પોતાના પુરુષાર્થ દ્વારા માનવજાતને તે કોઈ ને કોઈ મૂલ્યવાન તત્ત્વનિષ્કર્ષ આપી જાય છે. મનુષ્યજાતિનો અત્યાર સુધીનો જે જ્ઞાનવારસો સચવાઈ રહ્યો છે તે આ વાતની સાક્ષી પૂરે છે. ભારતભૂમિના ખોળે જન્મ લેનારને ગળથૂથીમાં જ એવા સંસ્કાર મળે છે કે જેના કારણે તેના માનસિક ઘડતરમાં આધ્યાત્મિક વિષયોની જિજ્ઞાસાનાં બીજ અનાયાસે ન્યૂનાધિક પ્રમાણમાં વવાઈ જાય છે.
મનુષ્ય જ્યારે ચિતનપરાયણ બને છે, ત્યારે તેનામાં અતીન્દ્રિય વિષયો પરત્વે જિજ્ઞાસા જાગે છે. તેના મનમાં અમુક તાત્ત્વિક પ્રશ્નો આપોઆપ જન્મે છે. સંસાર શું છે? તેની ઉત્પત્તિ અને નાશ છે કે તે અનાદિ-અનંત છે? તેનો કોઈ હેતુ હશે ખરો? તે સત્ય છે કે કેવળ આભાસરૂપ છે? તેનો કોઈ અષ્ટા હશે ખરો? કોઈ શાસક હશે ખરો? જો હોય તો તેનું સ્વરૂપ કેવું હશે? સૃષ્ટિના સટ્ટા અને મનુષ્ય વચ્ચે કયા પ્રકારનો સંબંધ હશે? જીવાત્માનું સાચું સ્વરૂપ શું છે? એ પરમાત્માનો એક અંશ છે કે પરમાત્મસ્વરૂપ જ છે? જીવાત્માની આવી દુઃખમય અવસ્થા કેમ છે? જીવ આવે છે ક્યાંથી? અને મૃત્યુ પછી જીવનું શું થાય છે? જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે કે નહીં? આ જીવનનો હેતુ શું છે? આ બધા દાર્શનિક પ્રશ્નો માનવીના મનમાં ઊઠતા હોય છે. આ તાત્ત્વિક જિજ્ઞાસાને સંતોષવા અર્થે માનવે ખૂબ માનસિક પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થના વિકાસનો જે ઈતિહાસ છે, તેના ઉપરથી ફલિત થાય છે કે આ વિકાસને એક ‘તત્ત્વવિદ્યા' શબ્દથી જ સૂચવી શકાય છે. આ વિકાસનાં ત્રણ સોપાન છે. એનું પહેલું સોપાન છે અજ્ઞાનનો સામનો કરવો, એટલે કે એને નિવારવું. બીજું સોપાન છે મેળવેલું જ્ઞાન ભમ અને સંશયથી રહિત છે એની ખાતરી કરવી. ત્રીજું સોપાન છે માત્ર ઉપર ઉપરની હકીકતથી જ સંતુષ્ટ ન રહેતાં એનાં કારણોની સતત ગવેષણા કરવી.
વિકાસનાં આ ત્રણ સોપાન યથાસંભવ સિદ્ધ કરવામાં અનેક યુગોના અને અનેક સંપ્રદાયોના અનેક ચિંતકોના પુરુષાર્થનો ફાળો રહ્યો છે. દરેકની ભૂમિકા, શક્તિ, સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org