________________
સમાપન
શ્રીમનું આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જિજ્ઞાસુ આત્માઓ માટે આત્મહિતપોષક, સત્યપથદર્શક, જ્ઞાનભક્તિવર્ધક, પ્રેરણાદાયક ગ્રંથ છે, જેમાં શ્રીમદે શ્રી જિનેશ્વરદેવની સકલજગહિતકારિણી, મોહહારિણી, ભવાબ્ધિતારિણી, મોક્ષચારિણી દેશનાના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રીમદે આત્માનો અનુભવ કરી, આ ઉત્તમ કૃતિમાં અન્ય જીવોને સ્વાનુભૂતિનો રાહ બતાવતાં માર્મિક વાતો કરી છે, જે આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે.
આ અંધકારવ્યાપ્ત ગહન સંસાર-અરણ્યમાં ભટકતા જીવોનું ભવભ્રમણનું દુઃખ જોઈ જેમને કરુણા ઊપજી છે એવા શ્રીમદે અજ્ઞાની જીવોનું પરિભ્રમણ અટકાવવા, તેમને ચતુર્ગતિમાંથી છોડાવવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પવિત્ર, આત્મહિતકારી વાણી પ્રકાશી છે. મોક્ષપ્રાપ્તિનો મહાન હેતુ સાધી શકાય એવી બોધપ્રદ શૈલીથી આ ગ્રંથ લખાયો છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરીને શ્રીમદે આત્મશાંતિનું ઔષધ પાયું છે. તેની એક એક ગાથામાં તેમણે આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવાં અનેક ગૂઢ રહસ્યોને વ્યક્ત કર્યા છે. તેની પ્રત્યેક પંક્તિમાં આત્માનો મહિમા છે, ભાવની વિપુલતા છે અને આદર્શની ઊંડાઈ છે. તેમાં શ્રીમદે તત્ત્વજ્ઞાન સાથે ભક્તિ પીરસી છે. જ્ઞાન અને ભક્તિનો સંગમ થઈ તેનો પ્રવાહ શુદ્ધ સત્તારૂપ મહાસાગર તરફ જાય છે. જ્ઞાન અને ભક્તિના ભાવોથી ભરપૂર આ ગ્રંથ સાધકોમાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત કરે છે.
આ ગ્રંથ અપૂર્વ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે, બોધક છે, અનુપમેય છે અને હાથમાં લેતાં મૂકવો ન ગમે તેવો છે. તેમાં શ્રીમદે રહસ્યપૂર્ણ વાતો ગૂંથી છે અને ઉપદેશાત્મક હિતસંદેશાઓ પ્રેષિત કર્યા છે. તેમણે પોતાના હૃદયોદ્ગાર દ્વારા મુમુક્ષુઓને જાગૃત કર્યા છે. શ્રીમદ્ભી વાણી એવી બળવાળી છે કે આ પંક્તિઓ સાંભળનારનો આત્મવિશ્વાસ વધી જાય છે. તેમાં ઉલ્લાસ છે, મોક્ષપ્રાપ્તિ માટેની તમન્ના છે, ભૂતકાળની ભૂલો ફરી ન કરવાનો સંકલ્પ છે, વિભાવત્યાગની પ્રતિજ્ઞા છે, જન્મ-મરણના ફંદમાંથી નીકળી જવાનો દૃઢ નિર્ધાર છે. તે મોક્ષમાર્ગની દિશા બતાવે છે, શુદ્ધ દશાની પ્રાપ્તિની તાલાવેલી જગાવે છે. શ્રીમદે દર્શાવેલા સચોટ ભાવો સાધક જીવોને અતિ ઉપયોગી બને તેવા છે. તેમાં મુમુક્ષુઓને પ્રોત્સાહન મળે છે તથા આત્મરુચિની અભિવૃદ્ધિ થાય તેવું માર્ગદર્શન છે. તે ભવ્યાત્માઓને સદ્ધર્મસાધનામાં પ્રબળ ઉપકારક તથા આત્મસન્મુખ થવામાં પ્રેરણાત્મક બની આત્મજાગૃતિથી વિભૂષિત થવામાં સહાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org