________________ 458 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.” (98) આ પ્રમાણે જૈન દર્શનના કર્મસિદ્ધાંતનો મૂળ પાયો સમજવા માટે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઘણું ઉપયોગી થાય છે. તેમાં શ્રીમદે અતિ સંક્ષેપમાં કર્મનાં સ્વરૂપનું અત્યંત રોચક અને સારપૂર્ણ નિરૂપણ કરેલું છે. તેમણે કર્મસિદ્ધાંતનું બંધારણ સમજાવી, કર્તવ્યઅકર્તવ્યની ચોક્કસ દિશા પદ્ધતિસર બતાવી, જીવનના ઉત્કર્ષ માટે માર્ગદર્શન આપ્યું છે. આત્માને કર્મના બંધનમાંથી છોડાવવાના માર્ગનું શ્રીમદે સ્પષ્ટ અને વ્યવસ્થિત આલેખન કર્યું છે. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રકાશેલા કર્મવાદનો જે અણમોલ ખજાનો આગમોરૂપી તિજોરીમાં સંગ્રહાયેલો છે, તેને ખોલવા માટે આ ગ્રંથ ચાવીરૂપ છે. મોટા મહાલયોની ચાવીઓ પણ નાની હોય છે, તેવી રીતે આ નાનકડો ગ્રંથ કર્મસિદ્ધાંતના રહસ્યને ખોલવા માટે અજોડ ચાવીરૂપ છે. શ્રીમદે કર્મતત્ત્વનો વિષય સપ્રમાણ રીતે, ટૂંકામાં અને એવી કુશળતાથી ગૂંથી લીધો છે કે તેનો અભ્યાસ કર્યા પછી પ્રાચીન કર્મગ્રંથોનો સાર અભ્યાસીજનોના હૃદયમાં પ્રતીત થાય છે. ભાષા સરળ, સુબોધ અને હૃદયંગમ હોવાથી સુગમતાથી કર્મના વિષયનું ગ્રહણ કરી શકાય છે. પ્રશ્નોત્તરીની શૈલી પ્રયોજી શ્રીમદે કઠિન વિષયને સરળ બનાવ્યો છે. કર્મવિષયક શંકાઓના તેમણે આપેલ ઉત્તરથી વાચકને સંતોષ થાય છે. તેના અધ્યયનથી કર્મવાદનું યથાર્થ રહસ્ય સમજી હૃદયસાત્ કરી શકાય છે. કર્મસિદ્ધાંતની આમૂલાગ્ર છણાવટ કરીને શ્રીમદે જૈન દર્શનની પૂર્વાપર અબાધિત પ્રરૂપણાનો પરિચય આપ્યો છે. ઈશ્વર કોણ છે? તેમનું યથાર્થ સ્વરૂપ શું છે? આદિના ખુલાસા તથા ચિત્ર-વિચિત્ર ઘટનાઓથી ભરપૂર સંસાર, જગતની રચના તથા ગોઠવણના કોયડાનો ઉકેલ પણ આ ગ્રંથમાંથી મળી આવે છે. તેના અભ્યાસથી જૈન દર્શનની સ્પષ્ટતા, સૂક્ષ્મતા અને સંપૂર્ણતાની ખાતરી થયા વિના રહેતી નથી. આ ગ્રંથ કર્મસિદ્ધાંતને સમજવા માટે ઘણો જ મહત્ત્વનો છે. શ્રીમની આ આકર્ષક તથા રુચિકર રજૂઆત કર્મના વિષય ઉપરના શ્રીમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથમાં શ્રીમદે કરેલા કર્મસિદ્ધાંતના જ્ઞાનની રજૂઆતથી તેમની અગાધ પ્રતિભાનો સાક્ષાત્કાર થાય છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કર્મગ્રંથના અભ્યાસીઓને તથા કેવળી ભગવાનપ્રણીત જૈન દર્શનના રહસ્યને જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી નીવડશે. કર્મો શું છે? તે કઈ રીતે બંધાય છે? તે કઈ રીતે ભોગવાય છે? તે કઈ રીતે ખપાવી શકાય? આદિનું સુંદર પ્રતિપાદન શ્રીમદે કર્યું છે. કુટિલ કર્મસત્તાએ આત્મધન ઉપર જે કબજો જમાવ્યો છે, તેને હટાવીને આત્મધનને પોતાનું કેવી રીતે બનાવી શકાય તેનો સચોટ ઉપાય બતાવી તેમણે અનંત ઉપકાર કર્યો છે. ભવ્ય જીવોનો મનુષ્યભવ સાર્થક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org