________________ ૪પ૬ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શકાય છે. દેવ-નરકાદિ ગતિમાં શુભાશુભ ફળ ભોગવવાથી જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમ તે શુભાશુભ કર્મની નિવૃત્તિ પણ સંભવિત હોવાથી તે પણ સફળ છે, અર્થાત્ કર્મની નિવૃત્તિરૂપ મોક્ષ છે. અનાદિ કાળથી જીવ શુભાશુભ ભાવ વડે કર્મબંધ કરતો આવ્યો છે, પરંતુ જ્યારે શુભાશુભ ભાવોની અપ્રવૃત્તિ તેમજ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે ત્યારે જીવ સર્વ કર્મના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને સંપ્રાપ્ત થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુર પ્રગટ થઈ શકતો નથી, તેમ કર્મરૂપ બીજ બળી જતાં સંસારરૂપ અંકુર ઊગી શકતો નથી અને તેથી કર્મની આત્યંતિક નિવૃત્તિ થતાં શુદ્ધપદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, જીવમાં રાગ-દ્વેષની માત્રા ઓછી થતાં કર્મબંધનું પ્રમાણ ઘટે છે અને તેનો પૂર્ણપણે અભાવ થતાં કર્મબંધ અટકી જાય છે. કર્મની નિવૃત્તિ થતાં આત્માનો મોક્ષસ્વભાવ પ્રગટે છે અને તેને શાશ્વત મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ લખે છે - જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.' (89) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' (90) સર્વ કર્મની નિવૃત્તિ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બતાવી, શ્રીમદે તે કર્મની નિવૃત્તિ કરવાનો અચૂક, અવિરોધ ઉપાય પણ દર્શાવ્યો છે. કર્મને ખેંચી લાવવામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ કારણભૂત છે. જો ઘરનાં બારણાં ખુલ્લાં હોય તો તેમાં પશુ-પક્ષીઓ પ્રવેશ કરી શકે, તેમ આ કારણો તે શુભાશુભ કર્મને આવવાનાં દ્વાર છે. પૂર્વે બાંધેલાં કર્મનો ઉદય આવે ત્યારે જીવ તે કર્મકૃત પરિસ્થિતિ તથા ભાવો સાથે તન્મય ન થાય, રાગ-દ્વેષ ન કરતાં સમભાવમાં રહે તો જૂનાં કર્મની ગાંઠ છૂટી જાય છે તેમજ નવું કર્મ બંધાતું નથી. સર્વકર્મબંધનથી છૂટવાનો આ જ માર્ગ છે. જે ભવ્ય જીવ કર્મને પ્રેરનારાં કારણોનું છેદન કરે છે અને આત્મામાં વળગેલી કર્મવર્ગણાને સર્વથા નષ્ટ કરે છે, તેના અનંત આત્મિક ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેની મુક્તિની સાધના સંપૂર્ણ થાય છે. શ્રીમદ્ લખે છે - જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.(૯) રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” (100) શ્રીમદે અન્ય પ્રકારે પણ આ માર્ગને સમજાવ્યો છે. તેમણે સર્વ કર્મમાં મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org