________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 453 કર્મના ભેદ-પ્રભેદ ક્યા છે? કર્મ ઉપાર્જન થવાના હેતુઓ કયા ક્યા છે? કર્મબંધની પ્રક્રિયા કેવી છે? આત્મા અને કર્મ વચ્ચે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિની કર્તારૂપે જરૂર છે? આ સર્વ સવાલોના સચોટ યુક્તિયુક્ત ખુલાસા, શ્રી સર્વજ્ઞપ્રભુના કથન અનુસાર શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આપ્યા છે. તેના અધ્યયનથી તત્ત્વ સંબંધીની આંટીઘૂંટીઓ, મૂંઝવણો, શંકાઓ દૂર થાય છે. આ અણમોલ ગ્રંથમાં પીરસાયેલું કર્મસિદ્ધાંતનું જ્ઞાન જીવની દૃષ્ટિ પલટાવીને તેને આત્માભિમુખ બનાવે છે. હવે આ ગ્રંથમાં નિરૂપાયેલ કર્મસિદ્ધાંત તરફ દષ્ટિપાત કરીએ. શ્રીમદે જગતમાં છવાઈ ગયેલી વિષમતા અને વિચિત્રતાના કારણરૂપે શુભાશુભ કર્મનું ભોક્તાપણું બતાવી કર્મની સિદ્ધિ કરી છે. આ વિશ્વ પરસ્પર વિરોધી એવા કંકોથી પરિપૂર્ણ ભરેલું છે. પ્રત્યેક જીવ આત્મતત્ત્વની અપેક્ષાએ સમાન હોવા છતાં, સંસારવત જીવોમાં કોઈ રાજા તો કોઈ રંક, કોઈ પંડિત તો કોઈ મૂર્ખ, કોઈ સમૃદ્ધ તો કોઈ નિર્ધન, કોઈ માલિક તો કોઈ મજૂર, કોઈ સૌંદર્યવાન તો કોઈ કદરૂપો, કોઈ પુરુષ તો કોઈ સ્ત્રી, કોઈ સુખી તો કોઈ દુઃખી, કોઈ નીરોગી તો કોઈ રોગી, કોઈ સદાચારી તો કોઈ દુરાચારી, કોઈ યોગી તો કોઈ ભોગી - આ પ્રમાણે વિષમતા કેમ છે? તેનો વિચાર કરતાં એમ જણાય છે કે કારણ વિના કાર્ય થતું નથી' એ સર્વમાન્ય નિયમ અનુસાર જગતની વિચિત્રતારૂપ કાર્યનું નિયામક કોઈ કારણ હોવું જોઈએ અને તે કારણ તે જીવે પોતે બાંધેલાં શુભાશુભ કર્મો છે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વે.” (84) જૈન દર્શનમાં કર્મના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે. ખરેખર તો કર્મ અનંત પ્રકારનાં છે, પરંતુ કર્મના સ્વરૂપને સમજવા તેના મુખ્ય આઠ વિભાગો અને તેના 158 પેટા ભેદો પાડવામાં આવ્યા છે. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને રોકવાના સ્વભાવને અનુલક્ષીને તેનાં નામ આપવામાં આવ્યાં છે. કર્મની આ આઠ મુખ્ય પ્રકૃતિઓમાં મોહનીય કર્મ સૌથી મુખ્ય છે, કારણ કે મોહનીય કર્મ ન હોય તો મુખ્યત્વે કર્મ બંધાવાનું કારણ રહેતું નથી. મોહનીય કમ મદિરાની જેમ મૂંઝવે છે અને હિતાહિતનું ભાન ભુલાવે છે. મોહનીય કર્મની મુખ્યતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે - કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.' (102). આ અનંત પ્રકારનાં કર્મો જે જીવને વળગેલાં છે, તેનો કર્તા જીવ પોતે છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org